Ahmedabad News/ અમદાવાદ પ્લેન ક્રેશઃ DGCAની કામગીરીને લઈ ઊભો થયો સવાલ

ડીજીસીએનું કામ જ ફ્લાઇટ સેફ્ટી જોવાનું છે. હવે જો એર ઇન્ડિયાની આ ફ્લાઇટ લાંબા અંતરની મુસાફરી પછી ઉડવા માટેની પૂરતી ક્ષમતા ધરાવતી ન હોય તો ડીજીસીએએ તેને ઉડવા કઈ રીતે દીધી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ક્રેશ થઈ તે કિસ્સામાં ડીજીસીએની કામગીરીને લઈને અનેક સવાલ સર્જાયા છે. મિનિમમ મેઇન્ટેનન્સ સાથે ઉડતા પ્લેનોની સામે ડીજીસીએ યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ જઈ રહ્યુ હોવાના કારણે આ ઘટનાએ આકાર લીધો હોવાનું ઘણા કહી રહ્યા છે.

વે જે ફ્લાઇટને લંડનમાં ટેકનિકલ ખામી સહિત સફાઈના કારણોના કારણે ત્રણ કલાક સુધી ઉડવા દેવાઈ ન હતી. તે જ ફ્લાઇટને ડીજીસીએએ રેડ સિગ્નલ આપવાના બદલે ગ્રીન સિગ્નલ કયા આધારે આપ્યું તે સવાલ પણ ઉઠ્યો છે.

ડીજીસીએનું કામ જ ફ્લાઇટ સેફ્ટી જોવાનું છે. હવે જો એર ઇન્ડિયાની આ ફ્લાઇટ લાંબા અંતરની મુસાફરી પછી ઉડવા માટેની પૂરતી ક્ષમતા ધરાવતી ન હોય તો ડીજીસીએએ તેને ઉડવા કઈ રીતે દીધી. દરેક પ્લેને લાંબી મુસાફરી કરી હોય તેના પછી તેને થોડો બ્રેક આપવામાં આવે છે અને આ દરમિયાન તેના કેટલા સ્પેરપાર્ટ્સ ફિટ છે તે બધુ ચકાસાય છે. તેથી ડીજીસીએએ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આ પ્રકારની ચકાસણીની તસ્દી કેમ ન લીધી તે સવાલ સુરક્ષા નિષ્ણાતો પૂછી રહ્યા છે.

ફ્લાઇટ સિક્યોરિટી એક્સપર્ટનું માનવું છે કે ડીજીસીએએ ચોક્કસપણે ક્યાંક કાચુ કાપ્યુ છે અને તેના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ આખી દુર્ઘટનાની જવાબદારી હોય તો તે એર ઇન્ડિયા કંપનીની તો છે જ, પરંતુ બીજી જવાબદારી ડીજીસીએની પણ છે. ફ્લાઇટની ચકાસણીમાં રહી ગયેલી કમીએ કેવી હોનારત સર્જી તે બધુ આંખો સામે છે. આ દુર્ઘટના પછી પણ ડીજીસીએનો આવો અભિગમ જારી રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ ખડેપગે

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: પોલીસ પરિવારજનોની કરી રહી છે સેવા