Gujarat News: અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ક્રેશની કરુણાંતિકા સર્જાઈ હતી, તેમા એક કે બેને બાદ કરતાં બધા જ પેસેન્જરોના કરૂણ મોત થયા હતા. ફ્લાઇટ મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થતાં તેમા કામ કરતાં ડોક્ટરોના મોત થયા હતા અને ત્યાંની મેસમાં કામ કરનારાના સહાયક મહિલાનું અને તેની પુત્રીનું પણ મોત થયું છે.
હવે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનારા મૃતકોને તો એક કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત થઈ ચૂકી છે. પણ આ જ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આ એમબીબીએસ સ્ટુડન્ટ અને રેસિડેન્ટ ડોક્ટરોના મોત બદલ તેમને કોણ,ક્યારે અને કેટલું વળતર આપશે તે વાત હજી પણ હવામાં છે.

બધા પ્લેનક્રેશમાં મૃત્યુ પામેલા મૃતકો માટે આંસુ સારી રહ્યા છે અને સારવા જ જોઈએ, પરંતુ આ જ ક્રેશ જયાં થયો તે કોલેજની હોસ્ટેલના માર્યા ગયેલા એમબીબીએસ સ્ટુડન્ટ્સ અને રેસિડેન્ટ ડોક્ટરોના મોતની કોઈ નોંધ પણ લેતું નથી. આ બતાવે છે કે સામાન્ય માનવી અને ગરીબોના વળતરની વાત આવે ત્યારે કેટલી વિપરીત સ્થિતિ જોવા મળે છે.
તંત્રના હજી સુધી કોઈપણ વિભાગે મૃત્યુ પામેલા ડોક્ટરો કે એમબીબીએસ સ્ટુડન્ટને વળતર આપવાના મુદ્દે મગનું નામ મરી પાડ્યું નથી. આ મુદ્દે તંત્ર તેનો જૂનો અને જાણીતો દાવ ખો-ખો અજમાવી શકે છે. આમાં તેની નિપુણતા છે.

મૃત્યુ પામેલા ડોક્ટરો અને કર્મચારીઓના વળતરનો ગાળિયો હવે કોના શિરે આવે છે તે જોવાનું રહેશે. આની જવાબદારી સિવિલ હોસ્પિટલના તંત્રના માથે આવે છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ જવાબદારી લે છે કે રાજ્ય સરકાર પોતે તેની ચૂકવણીની બાંયધરી આપે છે. આમાના કોઈએ હજી સુધી કોઈ ખાતરી આપી નથી. આ દિવસોમાં મૃતકોના સગાસંબંધીઓ વળતર માટે ઠેરઠેરના ધક્કા ખાવાના આવે તે દિવસો દૂર નથી. આમ હજી તો આ વળતર ચૂકવવાની નજર કોની જવાબદારી પર છે તે સુનિશ્ચિત કરવાનું છે, ટાટા જૂથ કદાચ માનવતાના ધોરણે મદદ કરે તો કંઇક થાય.
આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ ખડેપગે
આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: પોલીસ પરિવારજનોની કરી રહી છે સેવા
