મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ રોડ-રસ્તા નવા બનાવવા કવાયત ચાલી રહી છે. ત્યારે નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા 4 રોડનું ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયું હતું. તો 3.25 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા રોડના ખાતમુહુર્ત કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશ મેરજા સહિત પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ જિલ્લા અને શહેર પ્રમુખ હાજર રહ્યા હતા. સાથેજ વોર્ડના કાઉન્સિલર અને સિરામિક એસોસિએશનના પ્રમુખ હાજર રહ્યા હતા ત્યારે નવા રોડ- રસ્તાનું ખાતમુહુર્ત થતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચો :દ્વારકાના ઓખા સમુદ્રમાં બે શીપ વચ્ચે ટક્કર, 43 ક્રુ મેમ્બર્સને બચાવાયા
મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ રોડ-રસ્તા ઓ નવા બનાવવા કવાયત ચાલી રહી છે જેમાં શહેરની વિવિધ સોસાયટીને જોડતા ચાર રસ્તાઓ સવા ત્રણ કરોડના ખર્ચે નવા બનનાર હોય જે રોડના ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચો : વ્હાલસોયા ભાઇના અસ્થિ વિસર્જન માટે લાડકી બહેન અમેરિકાથી કચ્છના નાના રણમાં આવી
મોરબી નગરપાલિકા દ્વારા હીરાસરી રોડ રવાપર રોડથી અવની ચોકડી, ત્રિકોણનગર સોસાયટી કેનાલ રોડ મોરબી, ન્યુ મારૂતિ નગર વાવડી રોડ મોરબી અને ધર્મસૃષ્ટિ બાયપાસ રોડ મોરબી એમ ચાર રોડના ખાતમુર્હત કાર્યક્રમ યોજાયા હતા 3.25 કરોડના અંદાજીત ખર્ચે બનનાર ચારેય રોડના ખાતમુર્હત કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપરાંત પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, વોર્ડના કાઉન્સીલર અને સિરામિક એસોના પ્રમુખો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નવા ચાર રોડના કામોને મંજુરી મળી હોય અને ખાતમુર્હત કાર્યક્રમ યોજાયા હતા ત્યારે સ્થાનિક રહેવાસીઓમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચો :મતદાર યાદી સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશનો રવિવારે છેલ્લો દિવસ
આ પણ વાંચો : વિદેશથી આવનારાઓ હવે ગુજરાત એરપોર્ટ પર RTPCR ટેસ્ટ ફરજિયાત કરવો પડશે
આ પણ વાંચો : GPCCનાં પ્રમુખનાં નામનું થઇ શકે છે એલાન,શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોરના નામ ટોપ પર!
