Ahmedabad News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દૂધવાડી ચાલી (Dudhwadi Chali) પાસે ગફલતભર્યા ડ્રાઇવિંગને કારણે અકસ્માતની ઘટના (Danilimda Car Accident) બની છે. એક કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી 3થી 4 લોકોને અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Danilimda Car Accident: ટોળું એકત્ર થતાં કારચાલક કારમાંથી બહાર ન આવ્યો
અકસ્માત (Danilimda Accident) બાદ આસપાસના લોકોનું ટોળું ઘટનાસ્થળે એકત્ર થઈ ગયું હતું. ટોળાને જોઈને કારચાલક ડરી ગયો હતો અને કારમાંથી બહાર આવ્યો નહોતો. આ દરમિયાન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો.
કાર સાથે કારચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાયો
પોલીસ કારચાલકને તેની કાર સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. જોકે, આ ઘટનામાં 3થી 4 લોકોને અડફેટે લીધા હોવા છતાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. હવે આ મામલે પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો: કચ્છમાં ભયાનક અકસ્માત: 3 શ્રમિકોનાં મોત, 2 ગંભીર
આ પણ વાંચો: અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટરના પુત્રની કારનો અકસ્માત, 2 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
આ પણ વાંચો: ગિરનાર પરિક્રમાએ જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: બોલેરો પલટી ખાઈ, 6ની હાલત ગંભીર
