Panchmahal News/ પંચમહાલના હાલોલમાં 18 લાખના દારૂ સાથે 28.60 લાખનો મુદ્દામાલ કબજે

SMCએ એક આરોપીને ઝડપી લીધો, છ આરોપી ફરાર

Gujarat

Panchmahal News : પંચમહાલના હાલોલમાં બિલીયાપુરા ગામ નજીક ખુલ્લા ખેતરમાં દારૂનું કટીંગ ચાલી રહ્યું હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે દારૂની બોટલ અને ટીન મળીને રૂ.18,25,280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે દારૂ ઉપરાંત બોલેરો પીકઅપ વાન, એક મોબાઈલ, રૂ.30,000 ની કિંમતની વેફર અને નમકીનની બેગો નગેરે મળીને કુલ રૂ. 28,60280 ન મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં પંચમહાલમાં હાલોલ ખાતે રહેતા મસ્તાનખાન ઉર્ફે ભટ્ટો મહેબુબખાન શેખની ધરપકડ કરી હતી. જ્યારે છ આરોપી ફરાર થઈ જતા તેમની શોધ ચાલી રહી છે. હાલોલ રૂરલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 14 વર્ષનાં કિશોરને સૂતા સૂતા મોત આવ્યું

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: પોલીસ પરિવારજનોની કરી રહી છે સેવા