Surat News/ સુરતમાં ઘૂસણખોરો પાસેથી આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા

પોલીસે ક્રોસ વેરિફિકેશન કરી 6 જેટલી ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: ગુજરાત રાજ્ય પોલીસ વડા (DGP) વિકાસ સહાયે જણાવ્યું કે જાન્યુઆરીમાં 30 અને એપ્રિલમાં 46 બાંગ્લાદેશીની હકાલપટ્ટી કરાઈ છે. જેમને નકલી દસ્તાવેજો બનાવ્યા હશે તેમના સુધી તપાસ કરવામાં આવે છે. ટૂંકા ગાળાના વિઝા હોય તેવા  7 નાગરિકોને ગુજરાતમાંથી પાકિસ્તાન ડિપોર્ટ કરાશે. અમદાવાદ અને સુરતમાં જે કામગીરી થઈ તે સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે. પોલીસ અધિકારીઓને આ મામલે સૂચનાઓ આપવામાં આવી છે. હાલ અટકાયત કરાયેલાઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

સુરત (Surat city) શહેરમાં 135થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી લોકોની અટકાયત કરવામાં આવી હતી. શહેર પોલીસે તમામને રિંગ રોડ ખાતે ભેગા કર્યાનું સામે આવ્યું છે. પોલીસે ક્રોસ વેરિફિકેશન કરી 6 જેટલી ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ગુજરાતનાં IG, પોલીસ કમિશ્નર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી બેઠક કરી હતી.

જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir)માં થયેલા આતંકવાદી હુમલા (Terrorist Attack) બાદ ગુજરાત પોલીસ (Gujarat Police) એલર્ટ મોડ પર આવી ગઈ છે. જેમાં સુરત પોલીસે (Surat Police) મોડી રાત્રે મોટી કાર્યવાહી કરી હતી. સુરત શહેર પોલીસે 6 ટીમો બનાવીને, ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિત શહેરના ઘણા વિસ્તારોમાંથી 100 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો (Bangladeshi citizen)ની અટકાયત કરવામાં આવી છે. હાલમાં પોલીસ બધાની પૂછપરછ કરવામાં આવી છે અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત પોલીસે 25 એપ્રિલના રોજ મોડી રાત્રે મોટી કાર્યવાહી કરી હતી. શહેરમાંથી 100 થી વધુ બાંગ્લાદેશી શંકાસ્પદ પુરુષો અને સ્ત્રીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને તેમને કસ્ટડીમાં લીધા હતા. પોલીસે 6 ટીમો બનાવી છે અને બધાને કસ્ટડીમાં લીધા છે. આ બધા લોકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આ લોકોને ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિત શહેરના ઘણા વિસ્તારોમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ લોકોએ આધાર કાર્ડ (Aadhar Card) પણ બનાવી લીધા હોવાનું સામે આવ્યું છે.

અલગ-અલગ પોલીસ સ્ટેશનની હદમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરાઈ છે. ગેરકાયદેસર પશ્ચિમ બંગાળની બોર્ડર ક્રોસ કરીને નાગરિકો પ્રવેશ્યા હતા. બાંગ્લાદેશીઓ હાવડા પહોંચી સુરત આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે રૂપિયા 15 હજાર આપી બાંગ્લાદેશની બોર્ડ ક્રોસ કરી હતી. બોર્ડર ક્રોસ કરી બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળ (West Bengal)માં ઘૂસ્યા હતા.  શહેર પોલીસે તમામનું ક્રોસ વેરિફિકેશન ચેકીંગ હાથ ધર્યું છે. ડિટેન કરાયેલા તમામ બાંગ્લાદેશીઓ મજૂરી કરતા હતા. સુરત શહેર પોલીસે તમામને રિંગ રોડ ખાતે ભેગા કરી કાર્યવાહી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે

આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ

આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,