ગુજરાતના શહેરોના વિકાસ થવાની Stray cattle સાથે વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ પણ વધી રહ્યો છે. ભાવનગરમાં રખડતા ઢોરે શુભમ ડાભી નામના યુવાનનો જીવ લીધો છે. આ યુવાન બાઇક લઈ જઈ રહ્યુ હતો ત્યારે ઘોઘા રોડ પર સાંઢે તેને હડફેટમાં લીધો હતો. તે ગંભીર ઈજા પામ્યો હતો. સ્થાનિકોએ તેને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટનાના લીધે ભાવનગરમાં લોકો રખડતા ઢોરોના ત્રાસના પગલે રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકોમાં આ ઘટનાને લઈને જબરજસ્ત ગુસ્સો છે. શહેરીજનો ઇચ્છે છે કે તંત્ર આ મુદ્દે ત્વરિત કાર્યવાહી કરે.
ફક્ત ભાવનગર જ નહી ગુજરાતના અન્ય શહેર Stray cattle વડોદરામાં પણ આ જ પ્રકારની ઘટના બની છે. રખડતા શ્વાનના લીધે વડોદરામાં ભૂતપૂર્વ ખેલાડીનું મૃત્યુ થયું છે. 41 વર્ષીય ભૂતપૂર્વ ખેલાડી નીલેશ સપકાલ ખાનગી બેન્કમાં રિકવરી એજન્ટની નોકરી કરતા હતા. તેઓ ડભોઈ બાઇક પર જતા હતા તે સમયે શ્વાન આડે આવતા અકસ્માત સર્જાતા તેનું મોત થયું હતું. તેઓ ખો-ખોના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી હતા.
અમદાવાદમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. અમદાવાદમાં Stray cattle ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. આ પોલિસી મુજબ ઢોર અંગેના ભાવમાં પણ સુધારો કરવામા આવ્યો છે. આ અંગે વ્યક્તિગત પશુ ધરાવનારા ઢોર માલિકોએ પણ ઢોરની નોંધણી કરાવવાની રહેશે. વ્યવસાયિક હેતુ માટે ડોરની મંજૂરી લેવી જરૂરી રહેશે. ગાય, ભેંસ અને બળદને છોડાવવા માટે ત્રણ હજાર રૂપિયા ચૂકવવાના રહેશે. તેની સાથે ખોરાકનો ચાર્જ અને વહીવટીચાર્જ લેખે 1000 રૂપિયા ચૂકવવા પડશે.
આ પણ વાંચોઃ Gujarat Rain/ ગુજરાતમાં આજે પડનારા વરસાદ અંગે શું કહ્યું હવામાન વિભાગે
આ પણ વાંચોઃ ED-Supremecourt/ ED ડિરેક્ટર સંજય મિશ્રાનો કાર્યકાળ લંબાશે કે નહીં, સુપ્રીમ કોર્ટમાં આજે થશે મહત્વની સુનાવણી
આ પણ વાંચોઃ IND VS WI/ ODI સિરીઝ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, આ મજબૂત ખેલાડી ભારત પરત ફર્યો
આ પણ વાંચોઃ Heavy Rain/ દિલ્હી-NCR સહિત આ રાજ્યોમાં ભારે વરસાદ
આ પણ વાંચોઃ Birth Certificate/ બર્થ સર્ટિફિકેટઃ શાળાથી લઈને સરકારી નોકરી સુધીના દરેકમાં માન્ય
