બારડોલી નગર અને તાલુકામાં અનેક શાળાઓ, કોલેજો, તેમજ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. જે સંસ્થાઓમાં અભ્યાસ માટે બારડોલી અને આસપાસના અડીને આવેલા ગામોમાંથી હજારો વિદ્યાર્થીઓ દરરોજ આવતાં હોઇ છે. જે તમામ વિદ્યાર્થીઓ એસ.ટી બસની સુવિધા માટે વિદ્યાર્થી પાસ કઢાવતા હોઇ છે પરંતુ બારડોલી એસ.ટી ડેપો સંચાલિત બસ સ્ટેન્ડ ખાતે છેલ્લાં ઘણાં દિવસોથી વિદ્યાર્થીઓએ બસ પાસ કઢાવવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે. વહેલી સવારે 7 વાગ્યાથી લાંબી લાઈનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓનો સાંજે 5 વાગ્યે નંબર આવે ત્યાં સુધી પાસ માટેની બારી બંધ થઈ જાય છે. જેને કારણે અનેકો વિદ્યાર્થીઓ છેલ્લાં ઘણાં દિવસોથી પોતાના અભ્યાસનો ભોગ આપીને પાસની લાઈનમાં વહેલી સવારથી ઉભા રહી જતા હોઇ છે.

સુરત જિલ્લાના મુખ્ય મથક ગણાતા બારડોલી ખાતે અનેક કોલેજો , શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. સાથે જ આસપાસનાં તાલુકાઓમાં પણ કોલેજો હોઇ જેમાં અભ્યાસ કરવા માટે અનેકો વિદ્યાર્થીઓ બારડોલીથી એસ.ટી બસની સુવિધાનો ઉપયોગ કરે છે. વહેલી સવારથી વિદ્યાર્થીઓની ભીડથી ધમધમતું લિનીયર બસસ્ટેન્ડ છેલ્લાં ઘણાં દિવસોથી માત્ર બસના પાસની લાઇનોમાં વ્યસ્ત છે.વહેલી સવારથી પાસ કઢાવવા માટે ભૂખ્યા તરસ્યા અને શિક્ષણનો ભોગ આપી લાઈનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસના નામે પાસની લાઈનમાં ઉભા રહેવાં માટે ટેવાઈ ગયા છે. એક તરફ સરકાર દ્રારા ભારણ મુકત શિક્ષણ કરવામાં આવી રહ્યુ છે. તો બીજી તરફ સરકારની એસ.ટી બસની સુવિધાનાં વિદ્યાર્થી પાસ મેળવવા માટે વિદ્યાર્થીઓ દ્રારા ત્રણ થી ચાર દીવસનો અભ્યાસ બગાડી લાઈનમાં ઊભા રહેવાની નોબત આવી છે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ શાળા કોલેજોમાં સુવિધા ઊભી કરવા સરકારને રજુઆત કરી હતી.

છેલ્લાં પાંચ દિવસથી પાસ માટે લાઇનમાં ઉભા રહીએ છે પરંતુ પાસ મળતો નથી : આરતી પટેલ, વિદ્યાર્થીની.
છેલ્લાં ઘણાં સમયથી તમામ વિદ્યાર્થીઓને બસનાં પાસ કઢાવવા માટે ઘણી હાલાકી ભોગવવી પડે છે. તમામ વહેલી સવારથી લાઈનમાં ઉભા રહી જાય છે. આખા દિવસના તમામ લેક્ચરો બગડે છે. સાથે જ વિદ્યાર્થીની દ્રારા જે તેં શાળા અને કોલેજોમાં પાસ કાઢવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે જેને પગલે શિક્ષણ ન બગડે તેવી માંગ કરવામાં આવી હતી.

9 માં ધોરણમાં ભણતી મારી દીકરીનો ત્રણ દિવસથી પાસ નહીં નીકળતા મારે આજે નોકરી પર રજા મુકી લાઈનમાં ઉભુ રહેવુ પડયું : નિલેશ રાઠોડ
બારડોલી તાલુકાના ઇસરોલી ગામે રહેતાં અને એસ.ટી ડેપો ખાતે વિદ્યાર્થીઓનાં પાસની લાઇનમાં ઉભા રહેલા વાલી સાથે વાત કરવામાં આવતાં તેઓએ જણાવ્યું હતુ કે મારી દિકરી બારડોલીની BABS હાઈસ્કૂલમાં 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. છેલ્લાં 3 દિવસથી મારી દિકરી સ્કુલમાં જઈ શકી ન હતી, આખો દીવસ પાસની લાઈનમાં ઉભા રહીને નીકળી જતો હતો. આખર દીકરીનું ભણતર ન બગડે એ માટે પોતે મજૂરી કામ છોડી દિકરીનાં પાસ માટે પિતા લાઈનમાં ઉભા રહ્યાં હતાં.

તમામ વિદ્યાર્થીઓ પાસે સવારથી પુરાવા લઇ લેવાશે બાદમાં સાંજે પાસ આપવામા આવશે: વિનોદ ગામીત, ડેપો મેનેજર
અભ્યાસમાં નવા ક્ષત્રની શરૂઆત થઈ છે તયારે તમામ સ્કૂલો દ્રારા બોનોફાઇડ હાલ આપવામા આવ્યાં છે. તમામ સ્કૂલોમાં આઈ.ડી આપવામા આવ્યાં છે. જયાંથી સીધી ડેટા એન્ટ્રી કરાશે અને એસ.ટી વિભાગનાં માણસો પણ કામે લગાડવામાં આવશે. આ મામલો હાલ વહેલી સવારથી આવેલા તમામ વિદ્યાર્થીઓ પાસે પુરાવા કર્મચારીઓ દ્રારા લઇ સાંજે પાસ આપવામાં આવશે જેથી તેઓનું શિક્ષણ કાર્ય નહીં બગડે તેવી બાંહેધરી એસ.ટી વિભાગ દ્રારા આપવામાં આવી હતી.
આ પણ વાંચો : સુરક્ષા અને સુવિધા માટે અદ્યતન લાઇટ હેલિકોપ્ટર (ALH) MK III સ્ક્વૉડ્રનની પોરબંદર કોસ્ટગાર્ડને ફાળવણી
