Junagadh News : જૂનાગઢ (Junagadh)માં કેફી પીણું (Toxic Drink)પીતા 4 લોકોની તબિયત લથડી જતાં ચકચાર મચી છે. પોલીસ તપાસમાં અગરબત્તીના કેમિકલથી દારૂ બનાવી વેચ્યાનો ખુલાસો થયો છે. એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
આ મામલે ઇન્ચાર્જ એસપી રોહિત ડગરે (Rohit Dagar)જણાવ્યું કે તપાસ દરમિયાન અગરબત્તીમાં ઉપયોગમાં લેવાતા કેમિકલમાંથી ગેરકાયદેસર રીતે દારૂ બનાવી વેચવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા સંડોવાયેલા આરોપીઓને રાઉન્ડઅપ કરીને સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટ આવ્યા બાદ ઝેરી પીંણા(Toxic Drink)ની ચોક્કસ વિગતો સામે આવશે
પોલીસે શંકાસ્પદ દારૂના નમૂનાઓ અને ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ઝેરી પીંણાની ચોક્કસ વિગતો સામે આવશે.
![]()
ઘટનામાં ચાર લોકોની તબિયત બગડી હતી, જેમાંથી એક વ્યક્તિની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અન્ય લોકોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
![]()
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અથવા વેચાણમાં સંડોવાયેલી હોવાનું સામે આવશે તો તેના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
