Porbandar News/ પોરબંદરમાં સગીરાને કેફી પીણુ પીવડાવી સામૂહિક દુષ્કર્મ, જ્યાં બનાવ બન્યો તે પાર્ટી પ્લોટ સામે કેમ કાર્યવાહી નહી?

Porbandar News : પોરબંદરમાં બનેલા એક ઘૃણાસ્પદ બનાવમાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરીને ચાર શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તપાસમાં આરોપીઓે 16 વર્ષની સગીરાને કેફી પીણું પિવડાવ્યા બાદ તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળ્યો છે. ઉદ્યોગનગર  પોલીસે  અત્યાર સુધીમાં કુલ ત્રણ […]

Gujarat Top Stories

Porbandar News : પોરબંદરમાં બનેલા એક ઘૃણાસ્પદ બનાવમાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરીને ચાર શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તપાસમાં આરોપીઓે 16 વર્ષની સગીરાને કેફી પીણું પિવડાવ્યા બાદ તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળ્યો છે. ઉદ્યોગનગર  પોલીસે  અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે., જ્યારે મુખ્ય ષડયંત્રકર્તા જયરાજ દિલપસિંહ સુંડાવદરા હજુ ફરાર છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. નવાઈની વાત એ છે કે જ્યાં બનાવ બન્યો તે વૃંદાવન પાર્ટી પ્લોટ મુખ્ય આરોપીના પિતાના નામે છે. જોકે હજીસુધી પાર્ટી પ્લોટ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ બનાવની વિગત મુજબ  આરોપી જયરાજ દિલીપભાઈ સુંડાવદરા, મલ્હારસિંહ રઘુવીર સિંહ ચૌહાણ, રાજુ લખમણભાઇ મૂડિયાસિયા અને મેરુ જેઠાભાઈ સિંધલ નામની ચાર વ્યક્તિ કાળા કલરની ફોર-વ્હીલમાં આવ્યા હતા. બાદમાં આરોપીઓએ 16 વર્ષની સગીરાને નાસ્તો કરાવવાના બહાને લલચાવી-ફોસલાવી હતી. ત્યાર બાદ તેઓ સફારી કારમાં તેનું અપહરણ કરી ગયા હતા.

 આ શખ્સોએ સગીરાને કારમાં કેફી પીણું પિવડાવવામાં આવ્યું હતું અને પછી તેને પોરબંદરના વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા. જ્યાં જયરાજ, મલ્હાર અને રાજુ નામના ત્રણ શખસે વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ​​​​​આટલેથી નરાધમોની હેવાનિયત અટકી નહોતી. તેમણે સગીરાના હાથ અને પગના ભાગે સિગારેટના ડામ દઈ તેને ગંભીર ઇજા પહોંચાડી હતી.

 દુષ્કર્મ બાદ મલ્હાર અને રાજુ સગીરાને ફોર-વ્હીલમાં પોરબંદરની ચોપાટી ખાતે લઈ ગયા હતા. ત્યાંથી ગામમાં લઈ જઈ તેને લીંબુ પાણી પિવડાવ્યા બાદ ફરી ચોપાટી ખાતે લઈ ગયા અને છેવટે તેને તેના ઘરે મૂકી આવ્યા હતા.પોરબંદરના દુષ્કર્મકેસમાં ગ્રામ્ય DySP ધ્રુવલ સૂતરિયાએ જણાવ્યું હતું કે તા.22 જુલાઇના રોજ એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું, જેમાં કુલ ચાર આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમા પોલીસે સંડોવાયેલા આરોપીને શોધવા બે ટીમ બનાવવામાં આવી હતી. આ કેસમાં સ્થળ પંચનામું કરવામાં આવ્યું છે.

વૃંદાવન પાર્ટી પ્લોટ આરોપીના પિતાના નામે છે

પોલીસ દ્વારા મળેલી વધુ વિગત મુજબ, મુખ્ય આરોપી જયરાજ દિલીપ સુંડાવદરા સગીરાની ઘરની બાજુમાં જ રહે છે. તે તેના અન્ય ત્રણ મિત્રની મદદથી સગીરાને પોતાના પાર્ટી પ્લોટ ખાતે લઇ ગયો હતો, જ્યાં આરોપી જયરાજ, મલ્હાર અને રાજુએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે મેરુ નામની વ્યક્તિએ આ ગુનામાં તેમની મદદ કરી હતી. બાળકી સાથે જ્યાં કુકર્મ થયું એ વૃંદાવન પાર્ટી પ્લોટ આરોપી જયરાજના પિતાના દિલીપભાઈ સુંડાવદરાના નામે છે.

આ સમગ્ર ઘૃણાસ્પદ બનાવમાં ચાર શખસ સામે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આ ઘટનાને લઈ સમગ્ર પોરબંદર જિલ્લામાં ભારે રોષ અને ચર્ચા જોવા મળી રહી છે. લોકો નરાધમોને કડકમાં કડક સજા થાય એવી માગ કરી રહ્યા છે.

આગળની તપાસમાં જરૂરીયાત ન હોવાથી રિમાન્ડની માંગ કરવામાં આવી નથી

PI સામૂહિક દુષ્કર્મની ઘટનામાં મેરુ જેઠા સિંધલ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણનીઅટકાયત કરી હતી જેમાં આરોપી મેરુ જેઠા સિંધલનો દુષ્કર્મમાં કોઈ રોલ ન હોવાથી માત્ર ઓળખ પરેડ કરી હતી.તેમજ મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ દુષ્કર્મમાં સાથે હતો જેથી મામલતદાર સામે પંચનામું કરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણના બાયોલોજીકલ નમૂના લઈ કપડાં તેમજ મોબાઈલ કબ્જે લેવામાં આવ્યા હતા. જોકે, આ તબક્કે બંને આરોપીની રિમાન્ડ લેવાની જરૂરિયાત નહોતી જણાતી હોવાથી રિમાન્ડની માંગણી કરવામાં આવી નથી.

પાર્ટી પ્લોટ સામે કેમ કોઈ કાર્યવાહી નહી?

પોરબંદરની પવિત્ર ધરતી પર વૃંદાવન પાર્ટી પ્લોટમાં એક સગીરા સાથે થયેલ ગેંગરેપનો કિસ્સો માત્ર એક વ્યક્તિ કે પરિવાર માટે દુઃખદ નથી, પણ આખા પોરબંદર, આખા ગુજરાત અને આખા સમાજ માટે કલંકરૂપ છે. આપણે કેમ ચૂપ છીએ? જયારે દિલ્હી કે મુંબઇમાં આવી ઘટના બને ત્યારે આપણે ધિક્કારના સ્લોગન લગાવીએ, આક્રોશની મશાલો લહેરાવીએ. તો આજે આ પોરબંદરની દીકરી સાથે એવું ન બનવા લાયક બન્યું છે ત્યારે આપણી ભાષા સુક્કી કેમ થઈ ગઈ છે? આ ઘટનાની કલ્પનાએ જ લોહી ઉકળવું જોઈએ.

પરંતુ અહીં તો મહિલા મંડળો, યુવા સંગઠનો, નાગરિક સંગઠનો – બધું જાણે કોઈ કાલ્પનિક સૂતાના ઘરમાં શરમજનક નિદ્રામાં છે. મુખ્ય આરોપી વિદેશ પલાયન થઈ ગયો હોવાની શહેરભરમાં ચર્ચા જાગી છે. જો આ સાચું છે તો એ પોરબંદરના કાયદાકીય તંત્ર માટે મોટો પડકાર બનશે. આવી ગંભીર ઘટના બન્યા છતાં આરોપીઓના રિમાન્ડ ન મળે, એક આરોપી જેને ફરિયાદ દાખલ થયા પહેલાં રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો હતો તેનું નામ ‘‘અજાણ્યા‘‘ તરીકે દાખલ થાય, અને ગુનામાં વપરાયેલી બીજી ગાડી હજુ સુધી કબ્જામાં ન હોય – તો એ કઇ પ્રકારની તપાસ કહેવાય ? મહત્વનું એ પણ છે કે જે પાર્ટી પ્લોટમાં આ નરાધમ ઘટના બની, તે હજુ સુધી કેમ યથાવત છે? જ્યારે એવો પ્લોટ મનુષ્યતા વિરુદ્ધ અંજામના કૃત્યો માટે ઉપયોગમાં લેવાય છે, ત્યારે તેની તમામ મંજૂરી તાત્કાલિક રદ થવી જોઈએ.

એ સ્થાન કોઈ ઉજવણીનું નહીં, અંધકારનું કેન્દ્ર બની ગયું છે. આ ઘટના એ બીજું નિમિત્ત છે – એક પથ્થર જે સમાજના મૌનની કાચની દીવાલ પર ફેંકાય છે. હવે સમય આવી ગયો છે કે દરેક પિતા, દરેક માતા, દરેક નાગરિક પોતાની આંખો ખોલે – શું તમે રાહ જોઈ રહ્યા છો કે આવું તમારા ઘરમાં બને ત્યારે જ લોહી ઉકળશે ? આપણું મૌન, આપણું ઢીલુ પાત્ર અને તમારું ‘મારું શું?’ વલણ પણ નવા ગુનેગાર બનાવે છે.

આપણે શું માંગ કરવી જોઈએ ?

પાર્ટી પ્લોટની તમામ મંજૂરી તાત્કાલિક રદ થાય તેવી માંગ કરવી જોઈએ

મહિલા સંગઠનો અને યુવા સંગઠનો તેમજ નાગરિકો। માર્ગ પર ઊતરશે -તો જ બદલાવ આવશે

Π કેસની તાત્કાલિક અને કડક તપાસ થાય

જ્યા સુધી બધાને ઝડપી લેવામાં ના આવે અને Π ફાસ્ટટ્રેક કોર્ટે ન્યાય ના આપે, ત્યાં સુધી લડત ચાલુ રહેવી જોઈએ

જાગો પોરબંદર..હવે પણ નહીં જાગો તો ઈતિહાસ। પણ શરમાય તેવું થશે…મૌન તોડો. બહાર નીકળો. ન્યાયની માંગ કરો. આજે નહીં તો કાલે એ દુઃખ તમારું પણ બની શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી

આ પણ વાંચો: સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી, દુબઈની ટ્રિપ કરનારાને ખેપિયા બનાવો

આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન