vadodara harani lake tragedy/ વડોદરાઃ હરણી તળાવ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરોને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં  મોટો ખુલાસો થયો છે. આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટરને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે કોન્ટ્રાક્ટરો પોતે જ બોટિંગના નિયમો જાણતા નહોતા.

Gujarat Vadodara

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં  મોટો ખુલાસો થયો છે. આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટરને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે કોન્ટ્રાક્ટરો પોતે જ બોટિંગના નિયમો જાણતા નહોતા. ભાગીદારોને પોતાને જ ખબર નહોતી કે બોટિંગ માટે શું જરૂરી હોય છે. આ ખુલાસો થતા જ એક મોટો પ્રશ્ન તમામના મનમાં ઉદભવતો હશે કે જે લોકોને બોટિંગ માટે શું જરૂરી હોય છે તેવી મહત્વની બાબતોનું જ્ઞાન નહોતું તો પછી તેમને કેવી રીતે કોન્ટ્રાક્ટ અપાયો.  હરણી લેકમાં મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ છે, જેમણે એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈનને આપ્યો હતો. અને નિલેશ જૈને બોટિંગનો કોન્ટ્રાક્ટ અન્ય કોઈને આપ્યો હોવાની પોલીસની માહિતી મળી હતી.  લેક દુર્ઘટનાને લઈને હજુ પોલીસ તપાસ ચાલુ છે આ કેસમાં વહીવટદારો અને અન્યોની મિલીભગતને લઈને હજુ નવા તથ્યો બહાર આવી શકે છે.

વડોદરા હરણી દુર્ઘટના મામલે SITની રચના, કોની-કોની ધરપકડ કરાઈ? - BBC News  ગુજરાતી

શહેરની સનરાઈઝ શાળાના બાળકો માટે 18 જાન્યુઆરીનો દિવસ ગોઝારો બન્યો. આ દિવસે શાળાના બાળકો હરણી તળાવ પર પિકનિક માટે ગયા હતા. દરમ્યાન બોટિંગ એક્ટિવિટી બાળકોને એક બોટમાં બેસાડવામાં આવ્યા. જ્યાં થોડા આગળ જતા જ બોટ અચાનક પલટી ખાઈ જતા 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં કેટલાક બાળકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બાળકો અને શિક્ષકોના મોતને લઈને સમગ્ર રાજ્યમાં ઉહાપોહ મચ્યો હતો. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેનેજર શાંતિલાલ સોલંકી, બોટ ચલાવનાર નયન ગોહિલ અને અંકિત નામના શખ્સની અટકાયત કરવામાં આવી. હમણાં થોડા દિવસ પહેલા આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. આ ઘટનામાં મુખ્ય જવાબાદાર આરોપી એવા કોન્ટ્રાક્ટ નિલેશ જૈન, કોટિચા પ્રોજેક્ટના ભાગીદાર જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી છે. બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા મુખ્ય જવાબદાર આરોપી કોન્ટ્રાક્ટરોની પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી બાબત સામે આવી કે તેમને બોટિંગને લઈને કોઈપ્રકારની જાણકારી નહોતી.

નોંધનીય છે કે વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં કુલ 19 લોકો સામે ગુનો નોંધાયો છે. મુખ્ય કોન્ટ્રાક્ટર અને દુર્ઘટના સાથે સંકળાયેલા અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે હજુ 6 આરોપીઓ ફરાર છે. દુર્ઘટનામાં FSL રિપોર્ટમાં સામે આવ્યું કે લેક ઝોનના સંચાલકોની ગંભીર બેદરકારીના પગલે આ દુર્ઘટના બનવા પામી. FSL રિપોર્ટ થયેલા ખુલાસા મુજબ હરણી તળાવમાં બોટિંગ એક્ટિવિટી સમયે એક બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યા હતા. બોટિંગ એક્ટિવિટીના નિયમ મુજબ બોટમાં આગાળના ભાગમાં કોઈ બાળકને નથી બેસાડવામાં આવતું. તેમજ બોટ પર સવાર તમામ લોકોને ફરજીયાત લાઈફ જેકેટ પહેરવાના હોય છે. જ્યારે હરણી તળાવમાં આ તમામ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું. 15 બાળકો બેસાડવાની ક્ષમતા હતી ત્યાં કુલ 30 જેટલા બાળકો બેસાડવામાં આવ્યા. આથી જ્યારે બોટે ટર્ન લીધો ત્યારે બોટ પલટી ખાઈ ગઈ. બોટ બનાવનાર કંપનીએ પણ માહિતી આપી કે અમારી બનાવેલ બોટની ક્ષમતા માત્ર એક ટન છે. જ્યારે દુર્ઘટના સમયે ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવામાં આવ્યા હતા. ઓવરલોડ થવાના કારણે શરૂઆત બાદ થોડા સમયમાં જ  બોટ પલટી ખાતા આ દુર્ઘટના બનવા પામી.


આ પણ વાંચો :Israel Hamas Conflict/ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ કર્યો મોટો દાવો,હમાસની 24 બટાલિયનમાંથી 17ને નષ્ટ કરી દીધી

આ પણ વાંચો :

આ પણ વાંચો :India China Tensions/ચીને માલદીવ મોકલ્યું તેનું ‘જાસૂસી જહાજ’ તો ભારતે પણ ડ્રેગનને ઘેરવાની કરી તૈયારી