Gandhinagar News: ગુજરાતમાં આગામી જનગણના-2027ના બીજા તબક્કાની તૈયારીઓ (Gujarat Census 2027) શરૂ થઈ ગઈ છે. વાસ્તવિક વસ્તી ગણતરીની કામગીરી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે ગાંધીનગરમાં રાજ્ય-સ્તરીય જનગણના સંકલન સમિતિ (SLCCC)ની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ એમ. કે. દાસના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વહીવટી આયોજન, વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન અને ડિજિટલ માધ્યમથી થનારી ગણતરીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
Gujarat Census 2027: તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના
બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, સ્થાનિક વહીવટી તંત્ર અને સંલગ્ન એજન્સીઓને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જનગણના-2027ના (India Population Census) બીજા તબક્કા સાથે જોડાયેલા તમામ મહત્ત્વપૂર્ણ લક્ષ્યાંકો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં દરેક વિભાગે પોતાની જવાબદારી ગંભીરતાથી નિભાવવી પડશે.
ડિજિટલ સુવિધાઓ અને કામચલાઉ સમયપત્રકની રજૂઆત
ગુજરાત જનગણના નિદેશાલયના નિયામક અને સમિતિના સંયોજક સુજલ જે. મયાત્રાએ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમાં બીજા તબક્કાની કામગીરીનો વ્યાપ, ફિલ્ડ વર્કની પ્રક્રિયા, કામચલાઉ સમયપત્રક તેમજ આગામી સમયમાં ઉપયોગમાં લેવાતી ડિજિટલ સુવિધાઓ અને નવીનતાઓ (Digital Census India) અંગે અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી.
ડેટા કલેક્શન અને મોનિટરિંગમાં ટેકનોલોજીનો ઉપયોગ
જનગણનાના બીજા તબક્કામાં માહિતી એકત્રિત કરવા અને કામગીરીનું મોનિટરિંગ (Coordination Committee) કરવા માટે આધુનિક ડિજિટલ માધ્યમોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. આથી ફિલ્ડ લેવલની કામગીરીનું આયોજન, ડિજિટલ પ્રક્રિયાઓની ચકાસણી અને સરકારી વિભાગો વચ્ચે ડેટાની આપ-લે પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જનગણના-2027ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે પોતાના વિભાગ તરફથી જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: જાતિ જનગણના પહેલા કોંગ્રેસ સક્રિય, રાહુલ-ખડગેએ PM મોદીને પત્ર લખી ઉઠાવ્યા આ સવાલો
આ પણ વાંચો: ગુજરાતમાં આવતીકાલથી ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ, પ્રથમવાર થશે સંપૂર્ણ ડિજિટલ જનગણના
આ પણ વાંચો: ગુજરાતમાં જનગણના 2027નો શુભારંભઃ સીએમ સહિત અનેક ધારાસભ્યોએ શરૂ કરાવી ડિજિટલ સ્વગણતરી
