Mahesana News: મહેસાણામાં જિલ્લા આરોગ્ય વિભાગનો (District Health Department) છબરડો બહાર આવ્યોછે. શાળાના બાળકના આરોગ્ય કાર્ડમાં આ છબરડો બહાર આવ્યો છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ આરોગ્ય કાર્ડ આપવામાં આવ્યા છે. સિદ્ધાર્થ પટેલ નામના વિદ્યાર્થીના આરોગ્ય કાર્ડમાં આ છબરડો જોવા મળ્યો છે.
આરોગ્ય કાર્ડ મુજબ 18 જુલાઈ 2023ના રોજ બાળકની ઊંચાઈ 133 સેમી હતી અને 24 જુલાઈ 2024ના રોજના આરોગ્ય કાર્ડમાં બાળકની ઊંચાઈ ઘટાડીને 126 સેમી બતાવાઈ હતી. આમ આરોગ્ય વિભાગે બાળકની ઊંચાઈ સાત સેમી ઘટાડી દીધી હતી. આમ એક વર્ષમાં ચાર વખત ઊંચાઈ 133 સેમી દર્શાવી હતી. છેલ્લા ઊંચાઈ 126 સેમી દર્શાવી હતી.
આરોગ્ય વિભાગ આમ પણ છબરડાં કરતો હોય છે. આરોગ્ય વિભાગનો આ છબરડો દર્શાવે છે કે તેની સેવામાં કેટલી અનિયમિતતા છે. હવે સવાલ એ ઉદભવે છે કે બાળકની આ બંને ઊચાઈમાંથી સાચી ઊંચાઈ કઈ. પહેલા માપી હતી તે ઊંચાઈ કે છેલ્લા માપવામાં આવી હતી તે ઊંચાઈ. આ અઘરો સવાલ છે. આ ઉપરાંત હવે પછી પણ બાળકની ઊંચાઈનું માપ બદલાશે નહીં તેની શું ખાતરી છે.
આ બતાવે છે કે સરકારી સાધનોમાં જ કેટલી ગડબડ છે. હવે પહેલાનું સાધન ખરાબ હતું કે હવેનું સાધન ખરાબ હતું. શું સાધન બદલાય તોઊંચાઈ પણ બદલાઈ જાય. આરોગ્ય વિભાગે આ પ્રકારનો ડેટા બનાવતા વિશેષ ચોકસાઈ રાખવાની જરૂર છે. જો ડેટામાં જ આ પ્રકારની ગડબડને બધું હશે તો વિદ્યાર્થીઓ અંગે સાચી માહિતી પણ ક્યાંથી મળશે. હવે જો આટલી ઊંચાઈવાળા વિદ્યાર્થીઓનો ન્યુટ્રિશન પ્લાન સરકાર બનાવીને આ પ્રકારના ડેટાના આધારે નિર્ણય લે તો તે ખોટો જ પડેને.
આ પણ વાંચો: ભારે વરસાદના માર બાદ રોગચાળાને નાથવા રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ, 35 મેડિકલ ટીમો સેવામાં
આ પણ વાંચો: સુરતમાં આરોગ્ય વિભાગ રોગચાળો ફાટી નીકળતો અટકાવવા એક્શનમાં
આ પણ વાંચો: સુરતમાં ભેળસેળ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ સાથે કડક કાર્યવાહીના આદેશ
