ED raids/ EDની મોટી કાર્યવાહી, ‘જલ બોર્ડ ભ્રષ્ટાચાર’માં  ગેરરીતિ મામલે CM કેજરીવાલ અને સાંસદ એનડી ગુપ્તા સહિત અનેક આપ નેતાઓના ઘરે પાડ્યા દરોડા

EDના સંકજામાં આમ આદમી પાર્ટી. કથિત દારૂ કૌભાંડ બાદ પાણી સંબંધિત કેસમાં CM કેજરીવાલ, ખાનગી સચિવ અને સાંસદ એનડી ગુપ્તા સહિત અનેક આપ નેતાઓના ઘરે ED દ્વારા રેડ પાડવામાં આવી.

Top Stories India
YouTube Thumbnail 2024 02 06T111400.693 EDની મોટી કાર્યવાહી, 'જલ બોર્ડ ભ્રષ્ટાચાર'માં  ગેરરીતિ મામલે CM કેજરીવાલ અને સાંસદ એનડી ગુપ્તા સહિત અનેક આપ નેતાઓના ઘરે પાડ્યા દરોડા

EDના સંકજામાં આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. દારૂ કૌભાંડને લઈને આપ પાર્ટીના દિગ્ગજ નેતાઓ આરોપોના સામનો કરી રહ્યા છે. ત્યારે હવે આપ પાર્ટી વધુ એક ભ્રષ્ટાચારનો સામનો કરી રહી છે. કથિત દારૂ કૌભાંડ બાદ પાણી સંબંધિત કેસમાં CM કેજરીવાલ, ખાનગી સચિવ પીએસ વિભવ અને સાંસદ એનડી ગુપ્તા સહિત અનેક આપ નેતાઓના ઘરે ED દ્વારા રેડ પાડવામાં આવી. દારૂ કૌભાંડ મામલે EDએ કાર્યવાહી કરતા કેટલાક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે CM કેજરીવાલને ઈડીએ 4થી વધુ વખત સમન્સ મોકલ્યા છતા હાજર થયા નહોતા. હવે ED દ્વારા દિલ્હી જલ બોર્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આર્થિક ગુનાઓની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમો દિલ્હીમાં 10 સ્થળોએ દરોડા પાડી રહી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ વિભવ કુમારના ઘરે દરોડા પાડ્યા છે. ટીમ AAPના રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘરે પણ પહોંચી છે. આ સિવાય દિલ્હી જલ બોર્ડના પૂર્વ સભ્ય શલભ કુમારના ઘરે પણ દરોડા પડવાની માહિતી છે. EDની આ દરોડા એવા સમયે પડી રહી છે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અને અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી આતિશીએ મંગળવારે સવારે 10 વાગ્યે ED પર વિસ્ફોટક ખુલાસાનો દાવો કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં, આતિશીએ દારૂ કૌભાંડ કેસના આરોપીઓ પર તેમને ધમકાવવા અને ખોટા નિવેદનો આપવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે ખુલાસાઓને કારણે EDએ દરોડા શરૂ કર્યા છે.

ED summons Arvind Kejriwal for third time in liquor policy probe, asks to  appear on January 3

આ મામલા સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે આ મામલો દિલ્હી જલ બોર્ડમાં ટેન્ડર પ્રક્રિયામાં કથિત અનિયમિતતા સાથે જોડાયેલો છે. 31 જાન્યુઆરીએ એજન્સીએ દિલ્હી જલ બોર્ડના પૂર્વ ચીફ એન્જિનિયર જગદીશ કુમાર અરોરા અને ઉદ્યોગપતિ અનિલ કુમાર અગ્રવાલની PMLA કેસમાં ધરપકડ કરી હતી. CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધારે EDએ તપાસ શરૂ કરી હતી. FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જગદીશ કુમાર અરોરા (તત્કાલીન ચીફ એન્જિનિયર)એ NKG ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને દિલ્હી જલ બોર્ડના કેટલાક કોન્ટ્રાક્ટ આપ્યા હતા, જેની કિંમત 38,02,33,080 રૂપિયા છે. કંપની પાસે ટેકનિકલ લાયકાત ન હોવા છતાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

ઇડીએ ગયા અઠવાડિયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘તપાસમાં જાણવા મળ્યું છે કે NKG ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે નકલી દસ્તાવેજોના આધારે કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા. જગદીશ કુમારને ખબર હતી કે કંપની પાસે ટેક્નિકલ ક્ષમતા નથી. NKG ઈન્ફ્રાસ્ટ્રક્ચરે કામ માટેનો કોન્ટ્રાક્ટ ઈન્ટિગ્રલ સ્ક્રૂ લિમિટેડને આપ્યો હતો, જેની માલિકી અનિલ અગ્રવાલ પાસે છે. અનિલ કુમાર અગ્રવાલે રોકડ અને બેંક એકાઉન્ટ ટ્રાન્સફર દ્વારા જગદીશ કુમારને 3 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. “તપાસમાં જાણવા મળ્યું છે કે જગદીશ કુમાર અરોરાના નજીકના લોકો અને સંબંધીઓના બેંક ખાતાનો ઉપયોગ લાંચના પૈસા લેવા માટે કરવામાં આવ્યો હતો.” જગદીશ કુમાર અરોરાના નજીકના સાથીદારે પણ રોકડ લાંચ લીધી હતી. EDએ અગાઉ 24 જુલાઈ, 2023 અને 17 નવેમ્બર, 2023ના રોજ દરોડા પાડ્યા હતા, ત્યારબાદ દસ્તાવેજો અને પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા.


આ પણ વાંચો :Israel Hamas Conflict/ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ કર્યો મોટો દાવો,હમાસની 24 બટાલિયનમાંથી 17ને નષ્ટ કરી દીધી

આ પણ વાંચો :ગજબ પ્રેમ કહાની/પ્રેમી સાથે હોલીડે મનાવવા પહોચેલી આ લેડીને ત્યાં બીજા સાથે થઇ ગયો પ્રેમ, પછી થયું એવું કે….

આ પણ વાંચો :India China Tensions/ચીને માલદીવ મોકલ્યું તેનું ‘જાસૂસી જહાજ’ તો ભારતે પણ ડ્રેગનને ઘેરવાની કરી તૈયારી