UP/ હિન્દુ છોકરીઓની છેડતી કરશો તો હું તમારી દીકરી અને વહુ પર બળાત્કાર કરીશ, મહંતનું ઉશ્કેરણીજનક ભાષણ 

વીડિયોમાં બજરંગ મુનિ દાસને એવું કહેતા સાંભળી શકાય છે કે જો કોઈ હિન્દુ યુવતીની છેડતી કોઈ ખાસ સમુદાયના લોકો દ્વારા કરવામાં આવે તો તે તેની દીકરીઓ અને પુત્રવધૂઓ સાથે ખુલ્લેઆમ બળાત્કાર કરશે. મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

Top Stories India
છેડતી

ઉત્તર પ્રદેશમાં એક મહંતની વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક વાતના કારણે નવો વિવાદ સર્જાયો છે. મહંત બજરંગ મુનિ દાસનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ હિન્દુ છોકરીઓની છેડતી કરવા માટે અન્ય સમુદાયની દીકરીઓ અને પુત્રવધૂઓને બળાત્કાર કરવાની ધમકી આપી રહ્યા છે. સાધુનો વીડિયો વાયરલ થયો છે, જે બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 2 એપ્રિલનો છે. મહર્ષિ શ્રી લક્ષ્મણ દાસ ઉદાસી આશ્રમના મહંત બજરંગ મુનિ દાસે સીતાપુરમાં નવરાત્રી અને હિન્દુ નવા વર્ષને લઈને આયોજિત શોભાયાત્રા દરમિયાન આ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બજરંગ મુનિ દાસને એવું કહેતા સાંભળી શકાય છે કે જો કોઈ હિન્દુ યુવતીની છેડતી કોઈ ખાસ સમુદાયના લોકો દ્વારા કરવામાં આવે તો તે તેની દીકરીઓ અને પુત્રવધૂઓ સાથે ખુલ્લેઆમ બળાત્કાર કરશે. મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

જણાવવામાં આવી રહ્યું છે કે મહંતે આ વાત ત્યારે કહી જ્યારે જુલુસ ખૈરાબાદ મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે વીડિયોમાં કહે છે, “હું તમને પ્રેમથી કહું છું કે જો તમે ખૈરાબાદમાં એક પણ હિંદુ છોકરીની છેડતી કરશો તો હું તમારી દીકરીઓ અને પુત્રવધૂઓને ઘરેથી ઉપાડીને ખુલ્લેઆમ તેમની સાથે બળાત્કાર કરીશ.”

વીડિયો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી છે. પોલીસે એસીપી નોર્થ રાજીવ દીક્ષિતને તપાસ સોંપી છે. સીતાપુર પોલીસે ટ્વિટ કરીને કહ્યું છે કે તપાસ ચાલી રહી છે. પ્રાપ્ત હકીકતો અને પુરાવાના આધારે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :દિલ્હીમાં કોરોનાનું પુનરાગમન, રાજધાનીમાં કોવિડ પોઝીટીવીટી રેટ વધ્યો

આ પણ વાંચો :કેનેડાનાં હરણ બન્યા ચેપી રોગનો શિકાર : રોગીષ્ટ હરણનું માંસ ખાવાથી માણસ બની શકે છે રોગનો ભોગ

આ પણ વાંચો :ગુજરાતના ધુરંધરો સાથે ટકરાશે પંજાબના કિંગ્સ, જાણો કોણ છે વધુ દમદાર

આ પણ વાંચો :બૂલડોઝર માત્ર માફિયા-ગેરકાયદેસર મિલકતો પર ચાલશે, કોઈ ગરીબની ઝૂંપડી-દુકાન પર નહીં : CM યોગી