Not Set/ સ્કૂલની બાળાઓને બિભત્સ વિડીયો બતાવી શારીરિક અડપલા કરતા આ શિક્ષકને, ગુરૂ કેમ કહેવો?

ગુરુ અને શિષ્યના સબંધને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર શહેરની સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓને મોબાઈલમાં બિભત્સ વિડીયો કલીપ દેખાડી અને તેમની સાથે શારીરિક અડપલા કર્યા કર્યાનાં આક્ષેપ સાથે વાલીઓએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ લંપટ શિક્ષકની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ જેને ભગવાન કરતા પણ ઉચ્ચ […]

Top Stories Gujarat Others
bad teacher સ્કૂલની બાળાઓને બિભત્સ વિડીયો બતાવી શારીરિક અડપલા કરતા આ શિક્ષકને, ગુરૂ કેમ કહેવો?

ગુરુ અને શિષ્યના સબંધને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર શહેરની સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓને મોબાઈલમાં બિભત્સ વિડીયો કલીપ દેખાડી અને તેમની સાથે શારીરિક અડપલા કર્યા કર્યાનાં આક્ષેપ સાથે વાલીઓએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ લંપટ શિક્ષકની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ જેને ભગવાન કરતા પણ ઉચ્ચ કક્ષાએ જોવામા આવે છે તેવા ગુરૂની ગરીમાને લજાવતો આ કિસ્સો સમાજ માટે ગંભીરતાથી વિચારવાનો મુદ્દે બની જાય છે કે અને મજબૂર કરી દે છે કે આ સમાજ અને વ્યવસ્થા ક્યાં જઇ રહી છે.

rape 1532176989 સ્કૂલની બાળાઓને બિભત્સ વિડીયો બતાવી શારીરિક અડપલા કરતા આ શિક્ષકને, ગુરૂ કેમ કહેવો?

કિસ્સાની વાત કરવામા આવે તો, ભાવનગર શહેરનાં મામાકોઠા રોડ પર આવેલ સરકારી અંબિકા શાળાના શિક્ષક દિશાંત મકવાણા નામનાં એક શિક્ષક તેનાં કલાસની કેટલીક બાળકીઓને મોબાઈલમાં ભીભત્સ વિડીઓ દેખાડી, બાદમાં તેની સાથે શારીરિક છેડછાડ કરતો હતો.

આટલુજ નહી આ શિક્ષક વિદ્યાર્થીનીને ધમકાવીને ધમકી પણ આપતો હતો કે આ અંગે જો કોઈને કંઇ કહેશે તો નાપાસ કરી અને શાળામાંથી કાઢી મુકવામાં આવશે. જો કે ડરી ગયેલી બાળકીઓ થોડા દિવસ તો કોઈને કાઈ વાત કરી નહિ. પરંતુ બાદમાં આ વિદ્યાર્થીનીઓએ તેમના વાલીઓને જાણ કરતા, વાલીઓ અને મહિલાઓ મોટી સંખ્યમાં શાળાએ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.

child rape transgenders 2 647 123115085819 1 સ્કૂલની બાળાઓને બિભત્સ વિડીયો બતાવી શારીરિક અડપલા કરતા આ શિક્ષકને, ગુરૂ કેમ કહેવો?

સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે જઈ વાલીઓને સમજાવી અને તેમને પોલીસ સ્ટેશન લાવી તેમની ફરિયાદ નોંધી હતી અને આ લંપટ શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.