ગોળીબારની ઘટનાથી અમેરિકા ફરી હચમચી ગયું છે. આ ગોળીબાર વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે થયો હતો. જેમાં એક પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. ફાયરિંગની ઘટના સંગીત કાર્યક્રમ દરમિયાન બની હતી. આ કોન્સર્ટ જુનટીન્થની ઉજવણી માટે થઈ રહ્યો હતો. ફાયરિંગની ઘટના 14મી અને યુ સ્ટ્રીટ વિસ્તારમાં બની હતી.
#BREAKING: Multiple People Shot In Washington DC Moments Ago. #BreakingNews pic.twitter.com/niQYkGYAht
— Breaking 4 News (@Breaking_4_News) June 20, 2022
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ વધી રહી છે. રાષ્ટ્રપતિ જો બિડેને પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે બાળકો અને પરિવારોની સુરક્ષા માટે આવા હથિયારો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આગામી દિવસોમાં બિડેન બંદૂક ખરીદવાની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરી શકે છે.