Covid-19/ રાજ્યમાં કોરોનાનું સબ વેરીએન્ટ BA.2.38ના કેસમાં કરી રહ્યું છે વધારો

ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ના ડેટા અનુસાર, પાછલા મહિનામાં કોવિડ દર્દીઓના 431 નમૂનાઓની સંપૂર્ણ જીનોમિક સિક્વન્સિંગ જોવા મળી હતી.

Top Stories Gujarat Others
covid19 cdc unsplash રાજ્યમાં કોરોનાનું સબ વેરીએન્ટ BA.2.38ના કેસમાં કરી રહ્યું છે વધારો

ગુજરાતમાં 21 મે થી 4 જૂન સુધીમાં 529 કેસ જોવામાંલ્યાતા. જયારે 5 થી 19 જૂન દરમિયાન 2,249 કેસ નોધાયા હતા. જે પખવાડિક કોવિડ કેસોમાં ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં રવિવારે પણ 114 દિવસની ઊંચી દૈનિક સંખ્યા 244 નોધાયા છે.  નિષ્ણાતો કહે છે કે સ્પાઇક ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.2.38નું પરિણામ હોઈ શકે છે.

ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ના ડેટા અનુસાર, પાછલા મહિનામાં કોવિડ દર્દીઓના 431 નમૂનાઓની સંપૂર્ણ જીનોમિક સિક્વન્સિંગ જોવા મળી હતી. કુલ નમુના માંથી 223 અથવા 52% BA.2.38 હોવાનું જણાયું હતું.

તાજેતરના સ્પાઇક છતાં, બૂસ્ટર ડોઝ લેનારમાં ઘટાડો 
BA.2.38 વેરિઅન્ટનો પ્રથમ કેસ  મે મહિનામાં રાજ્યમાં નોધાયો હતો.  અને જૂનમાં તેના કેસમાં વધારો જોવા મળ્યો હતો. મે સુધી, BA.2.38 ભારતમાં અને વિશ્વના ઘણા દેશોમાં જોવા મળ્યો હતો. અને છેલ્લા એક મહિનાના નોધાયેલાકુલ કેસમાંથી  તે આશરે 34% હિસ્સો ધરાવે છે.

નિષ્ણાતોએ ધ્યાન દોર્યું હતું કે મહારાષ્ટ્રમાં પણ BA.2.38 નો વ્યાપ જોવા મળ્યો હતો. જેના કારણે દૈનિક કેસોમાં વધારો થયો છે. અહેવાલોએ દિલ્હી અને કેરળમાં પણ તેની હાજરી દર્શાવી છે.

GBRC દ્વારા ગુજરાતમાં પેટા વેરિઅન્ટ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યુહ્તું. જેમાં 7 નમૂનાઓમાં BA.5 અને 3માં BA.4ની હાજરી દર્શાવે છે. કેટલાક યુરોપિયન દેશોમાં કોવિડના કેસોમાં વધારો થવા પાછળ આ બંને વેરીએન્ટને કારણ માનવામાં આવે છે.દક્ષિણ આફ્રિકામાં પણ આજ વેરીએન્ટ સ્પાઇકનું કારણ બન્યું હતું.

રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી છેલ્લા એક મહિનામાં Omicron ના કુલ 15 પેટા પ્રકારો મળી આવ્યા છે, જે મોટાભાગે BA.2 વંશના છે.

જીસીએસ મેડિકલ કોલેજના પ્રોફેસર અને માઇક્રોબાયોલોજીના વડા ડો. ઉર્વેશ શાહે જણાવ્યું હતું કે BA.2.38 માં તેના મૂળ પ્રકાર BA.2 ની સરખામણીમાં 2 ઓન સ્પાઇક પ્રોટીન સહિત 5 મ્યુટેશન છે. “આ મ્યુટેશન્સ તેના પેરેંટ વેરિઅન્ટની તુલનામાં કોઈ નોંધપાત્ર રીતે અલગ પ્રોપર્ટીમાં ફાળો આપતા નથી. પરંતુ તે રોગચાળાનું મહત્વ છે,” તેમણે કહ્યું, વૈશ્વિક ડેટાબેઝ અનુસાર, ભારતમાં પેટા વેરિઅન્ટનો સૌથી વધુ વ્યાપ હોવાનું જણાય છે, ત્યારબાદ યુકે.નો નમ્બર આવે છે.

તાજેતરના સ્પાઇક છતાં, બૂસ્ટર ડોઝ  માટે હજુ પણ લોકોના નિરાશા જોવા મળી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે 18 થી 60 વર્ષની વચ્ચેની 4.93 કરોડ વસ્તીમાંથી માત્ર 1.5% લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) ના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવીએ જણાવ્યું હતું કે હર્ડ ઈમ્યુનિટીની અસર 3-4 મહિના સુધી અનુભવાય છે. “આમ, બૂસ્ટર ડોઝ એ એક આવશ્યકતા છે, અને અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે જો તેઓ કોરોના રસી માટે યોગ્યતા ધરાવતા હોય તો તરત જ બુસ્ટર ડોઝ મેળવે. જ્યારે બંને ડોઝ ચોક્કસપણે ગંભીર ચેપ સામે રક્ષણ પૂરું પાડે છે, બૂસ્ટર એ વધારાનું રક્ષણ બની શકે છે,”

તેમણે ઉમેર્યું હતું કે હાલના કેસની વૃદ્ધિમાં શહેરના કેટલાક ડોકટરોને ચેપ લાગ્યો છે. રાજ્ય કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. મહર્ષિ દેસાઈએ જણાવ્યું હતું કે માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને હળવા તાવ સાથે સુસ્તી જેવા લક્ષણો લગભગ ઓમિક્રોન જેવા જ રહ્યા છે.
“છેલ્લા કેટલાક દિવસોમાં, થોડા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી હતી.  જ્યારે એકંદરે હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ઓછું રહ્યું છે.

જમ્મુ કાશ્મીર/ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 24 કલાકમાં ત્રીજી અથડામણ, પાંચ આતંકવાદીઓ માર્યા ગયા