Gujarat Budget 2021/ ખેતીની સાથે-સાથે પશુપાલન માટે પણ કરોડો રૂપિયાનું બજેટ મંજુર કરાતા પશુપાલકો હરખાયા

રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં પશુપાલકો માટે અલગ અલગ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવતા ગુજરાત સહિત સરહદી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો ખુશીની લહેર પ્રસરેલી જોવા મળી રહી છે.

Gujarat Others
Mantavya 44 ખેતીની સાથે-સાથે પશુપાલન માટે પણ કરોડો રૂપિયાનું બજેટ મંજુર કરાતા પશુપાલકો હરખાયા

રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં પશુપાલકો માટે અલગ અલગ યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવતા ગુજરાત સહિત સરહદી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો ખુશીની લહેર પ્રસરેલી જોવા મળી રહી છે.

Gujarat Budget 2021 / Live- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ.11,323 કરોડની જોગવાઈ

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં મંત્રી નીતિન પટેલ દ્વારા આજે વિધાનસભામાં આગામી વર્ષ 21-22નું બજેટ રજૂ કરાયું હતું જેમાં સરકારના અલગ અલગ વિભાગો માટે અલગ અલગ યોજનાઓ હેઠળ લાખો કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરાઈ છે. જેમાં ખેતીની સાથે સાથે પશુપાલન માટે પણ કરોડો રૂપિયાનું બજેટ મંજુર કરાતા પશુપાલકો હરખાયા છે. પશુપાલકો માટે વિવિધ યોજનાઓ જેવી કે ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના અને બકરા એકમની સ્થાપના માટે રૂ.81 કરોડની સહાય ફાળવાઈ છે.

Budget 2021: આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે બજેટ 2021 માં હોસ્પિટલને લગતી આ સુવિધા મળશે

તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ.20 કરોડ તો રાજ્યમાં પશુઓના દાણ ખરીદીની સહાય માટે 20 કરોડની સહાય ચુકવતા ખેડૂતો આનંદમાં મુકાયા છે. અને વહેલી તકે અને સરકાર દ્વારા આગોતરું આયોજન કરી પશુ પલકો સુધી સહાય પહોંચાડાય તેવી માંગ પણ પશુપાલકોમાં ઉઠી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ