ખેડૂત સંમેલન/ આવતીકાલે રાજકોટમાં યોજાનાર ખેડૂત સંમેલનને ન આવામાં આવી મંજૂરી, આવું છે કારણ

આવતીકાલે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં યોજાનાર ખેડૂત સંમેલન પહેલા મોટા સમાચાર સામ આવી રહ્યા છે. આવતીકાલે રાજકોટમાં કિસાન સંમેલન નહીં યોજાઈ  શકે. રાજકોટ

Gujarat Rajkot
khedut sammelan આવતીકાલે રાજકોટમાં યોજાનાર ખેડૂત સંમેલનને ન આવામાં આવી મંજૂરી, આવું છે કારણ

આવતીકાલે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં યોજાનાર ખેડૂત સંમેલન પહેલા મોટા સમાચાર સામ આવી રહ્યા છે. આવતીકાલે રાજકોટમાં કિસાન સંમેલન નહીં યોજાઈ  શકે. રાજકોટ શહેરનાં ડેપ્યુટી પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા દ્વારા આવતીકાલે યોજાનાર ખેડૂતોનાં રાજકોટ ખાતેનાં સંમેલનને મંજૂરી આપવામાં આવી નથી.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ યોજનાર ખેડૂત સંમેલનની મંજૂરીની માંગણીને પોલીસે નામંજૂર કરી દીધી છે. આજે દેશની રાજધાની દિલ્હીની પરિસ્થિતિને જોતા પોલીસે સંમેલનની મંજૂરીની માંગણીની દરખાસ્તને નામંજૂર કરી છે. બે દિવસથી મંજૂરી આપવા અંગે વિચારણા ચાલતી હતી. અને પોલીસે પૂર્વે 22 તારીખે ખેડૂત સંમેલનને મંજૂરી આપી પણ હતી. જો કે, ગુજરાત કિસાન સંધર્ષ સમિતિએ 27 તારીખની મંજૂરી માંગી હતી.

પોણા બે મહિનાથી દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલનમાં આજે ખેડૂતોની ધિરજ ખુટતા આંદોલન હિંસકા બનાવનાં આડે પાટે ચડ્યો અને ભારે બબાલ મચી તે વાત વિદિત છે ત્યારે રાજકોટ ખાતે સુરક્ષા અને શાંતીની સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ગુજરાત કિસાન સંધર્ષ સમિતિએ 27 તારીખે માંગેલી ખેડૂત સંમેલનની મંજૂરીની માંગને નામંજૂર કરી દીધી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…