Not Set/ #Budget2019 : વિધાનસભાનું બજેટ સત્ર તોફાની થવાનાં એધાણો

વિધાનસભાના બજેટ સત્રનો મંગળવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. 2 જુલાઈથી 25 જુલાઈ સુધી ચાલનારા આ બજેટ સત્ર પર સૌની મીટ મંડાયેલી છે ત્યારે નાણાંપ્રધાન નીતિન પટેલ આ બજેટમાં પ્રજાલક્ષી અનેકવિધ નવી યોજનાની જાહેરાત કરી શકે છે.. જોકે બજેટ સત્ર પહેલા ગાંધીનગર ખાતે બંને પક્ષોના સભ્યોની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો […]

Top Stories Gujarat
Gujarat Assembly Vidhan Sabha #Budget2019 : વિધાનસભાનું બજેટ સત્ર તોફાની થવાનાં એધાણો

વિધાનસભાના બજેટ સત્રનો મંગળવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. 2 જુલાઈથી 25 જુલાઈ સુધી ચાલનારા આ બજેટ સત્ર પર સૌની મીટ મંડાયેલી છે ત્યારે નાણાંપ્રધાન નીતિન પટેલ આ બજેટમાં પ્રજાલક્ષી અનેકવિધ નવી યોજનાની જાહેરાત કરી શકે છે.. જોકે બજેટ સત્ર પહેલા ગાંધીનગર ખાતે બંને પક્ષોના સભ્યોની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે સત્તાધારી ભાજપ પક્ષ અને કોંગ્રેસે એકબીજાને ઘેરવા માટે કમર કસી દીધી છે. આ બજેટ સત્રમાં સરકાર દ્વારા અનેક પ્રજાલક્ષી જાહેરાતો થઈ શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ રૂપાણી સરકારનો જોરશોરથી વિરોધ કરવા સજ્જ છે.

rupani nitin patel pti #Budget2019 : વિધાનસભાનું બજેટ સત્ર તોફાની થવાનાં એધાણો

બજેટ સત્ર પણ હંગાંમેદાર બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. વિધાનસભામાં વિપક્ષનું વલણ પણ આક્રમક રહેશે. ખેડૂત સાથે અન્યાય, ભ્રષ્ટાચાર, રોજગાર સહિતના અનેક મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવા માટે સજ્જ છે. સાથોસાથ બજેટ સત્રમાં તમામ પ્રશ્નોની ચર્ચા કરવા માટે સમય મળે તેવો આશાવાદ પણ કોંગ્રેસે રાખ્યો છે.

ss #Budget2019 : વિધાનસભાનું બજેટ સત્ર તોફાની થવાનાં એધાણો

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર પરાજય પ્રાપ્ત કર્યા બાદ કોંગ્રેસ ફરીથી બેઠી થવાના પ્રયાસ કરી રહી છે ત્યારે વિધાનસભાના બજેટ સત્રમાં સરકારને ઘેરવાની એકપણ તક કોંગ્રેસ ચુકશે નહીં. ત્યારે વિધાનસભાના આ બજેટ સત્ર પર સૌની મીટ મંડાયેલી રહેશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.