Not Set/ #Budget2019 #Gujarat : આવતીકાલે નાણાંમંત્રી નીતિન પટેલ રજૂ કરશે બજેટ

ગુજરાત વિધાનસભા ચોમાસુ બજેટ સત્રનો પ્રારંભ મંગળવાર થી થશે. ચોમાસુસત્રના પ્રારંભે પ્રથમ જ દિવસે નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ અંદાજપત્ર વર્ષ-2019-20 સંપૂર્ણ રીતે ગૃહમાં રજૂ કરશે. નાણાંવિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારનું બજેટ અંદાજે 2 લાખ કરોડના કદને આંબી જશે..અને પ્રજાલક્ષી બજેટ હશે. લોકસભા ચૂંટણીના કારણે ગત ફેબ્રુઆરી-2019માં રજૂ થયેલાં ચાર માસના […]

Uncategorized
NITIN Patel #Budget2019 #Gujarat : આવતીકાલે નાણાંમંત્રી નીતિન પટેલ રજૂ કરશે બજેટ

ગુજરાત વિધાનસભા ચોમાસુ બજેટ સત્રનો પ્રારંભ મંગળવાર થી થશે. ચોમાસુસત્રના પ્રારંભે પ્રથમ જ દિવસે નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ અંદાજપત્ર વર્ષ-2019-20 સંપૂર્ણ રીતે ગૃહમાં રજૂ કરશે. નાણાંવિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારનું બજેટ અંદાજે 2 લાખ કરોડના કદને આંબી જશે..અને પ્રજાલક્ષી બજેટ હશે.

લોકસભા ચૂંટણીના કારણે ગત ફેબ્રુઆરી-2019માં રજૂ થયેલાં ચાર માસના લેખાનુદાન બાદ હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકારના નાયબમુખ્યપ્રધાન અને નાણાંવિભાગની મહત્વની જવાબદારી સંભાળી રહેલેં નીતિન પટેલ વર્ષ-2019-202- સંપૂર્ણ અંદાજપત્ર સત્રના પ્રથમ જ દિવસે ગૃહમાં રજૂ કરશે. ગત વર્ષ-2018-19ની તુલનામાં અંદાજપત્રનું કદ અંદાજે 183 લાખ કરોડનું હતુ. તેમાં આ વર્ષ 2019-20માં 17 લાખ કરોડનો વધારો કરીને અંદાજે 200 લાખ કરોડનું કદ થવાની સંભાવના છે. ગુજરાત સરકાર તરફથી પ્રજાલક્ષી અભિગમ હેતુ કેટલાંક સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થશે. તો વિપક્ષ કોંગ્રેસ તરફથી શાસક ભાજપનો આક્રમક વિરોધ કરવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.

Gujarat budget Nitin Patel #Budget2019 #Gujarat : આવતીકાલે નાણાંમંત્રી નીતિન પટેલ રજૂ કરશે બજેટ

ગુજરાતસરકાર પ્રજાલક્ષી સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરશે. તો વિપક્ષ કોંગ્રેસ સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ , વડોદરામાં બાથ લેતી મહિલાના વિકૃત માનસિક્તા ધરાવતાં યુવાન દ્વારા વિડિયો ઉતારવા , કહેવાતાં ડોકટર અને તબીબપુત્ર દ્વારા દર્દી પર આચરેલાં દુષ્કૃત્ય , ભાજપના જ નેતાના રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ અને આંગણવાડી મહિલા કર્મચારીઓને ચૂકવાતાં પગાર સહિતના પડતરપ્રશ્નો સહિતના અનેકમુદ્દે વિપક્ષ સરકારને ભીંસમાં લેશે. પરિણામે તે દ્રષ્ટિએ ગૃહ તોફાની બનવાની સંભાવના પણ છે.

25 દિવસના વિધાનસભા ચોમાસુસત્રમાં 21 બેઠકો યોજાશે. અંદાજપત્ર પરની ચર્ચા 12 દિવસ યોજાશે. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં આવેલાં નેતા અગાઉ સરકારના વિરોધમાં બૂમરેંગ પોકારતાં હતા..તે હવે ગૃહમાં શાસક ભાજપની પ્રસિદ્ધિના ગુણ ગાઇને પ્રજા સમક્ષ મૂકશે. આ છે રાજકીય નેતાની તાસીર. અને સત્તા માટે કાંઇપણ કરવું પડે તે છે આજના રાજકીયનેતાની છબી. પરંતુ બજેટનો વાસ્તવિક લાભ પ્રજાને મળશે કે કેમ. તે પ્રશ્નનો જવાબ આ જ રાજકીય નેતા આપશે ખરા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.