Not Set/ અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ હુર્રિયત કોન્ફ્રેન્સમાંથી આપ્યું રાજીનામું

જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ હુર્રિયત કોન્ફ્રેન્સમાંથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. તેમણે જાહેર કરેલા ઓડિયો સંદેશમાં આની જાહેરાત કરી. સૈયદ અલી શાહ ગિલાનીએ કહ્યું કે તેમણે હુર્રિયતથી પોતાને દૂર કરી લીધા છે. સૈયદ અલી શાહ ગિલાનીએ કહ્યું, “હાલની પરિસ્થિતિ જોતાં હું ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફ્રેન્સમાંથી રાજીનામું આપું છું. મેં આ નિર્ણય અંગે […]

Uncategorized
090c286839fc45e1aec8b5283189d2f6 1 અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ હુર્રિયત કોન્ફ્રેન્સમાંથી આપ્યું રાજીનામું

જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ હુર્રિયત કોન્ફ્રેન્સમાંથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. તેમણે જાહેર કરેલા ઓડિયો સંદેશમાં આની જાહેરાત કરી. સૈયદ અલી શાહ ગિલાનીએ કહ્યું કે તેમણે હુર્રિયતથી પોતાને દૂર કરી લીધા છે.

સૈયદ અલી શાહ ગિલાનીએ કહ્યું, “હાલની પરિસ્થિતિ જોતાં હું ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફ્રેન્સમાંથી રાજીનામું આપું છું. મેં આ નિર્ણય અંગે તમામ હુર્રિયત ઘટકોને જાણ કરી દીધી છે.”

પોતાના ઓડિયો સંદેશમાં તેમણે કહ્યું છે કે હાલની પરિસ્થિતિમાં હું ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફ્રેન્સમાંથી રાજીનામું આપું છું. મેં હુર્રિયતના તમામ ઘટકોને પણ મારા નિર્ણયની જાણકારી આપી છે.

letter_062920122334.jpg

90 વર્ષના સૈયદ અલી શાહ ગિલાની ઘણાં વર્ષોથી નજરકેદમાં હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની તબિયત ખૂબ નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.

આપને જણાવી દઈએ કે બદલાતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં પાંચ ઓગસ્ટ 2019 પછી અલગાવવાદી જૂથની રાજનીતિમાં આ સૌથી મોટો વિકાસ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.