Not Set/ ડોનાલ્ડ ટ્રંપ પોતાના ડિપ્લોમેટિક અને સૈન્ય સલાહકારોને,મોકલશે પાકિસ્તાન

આતંકવાદને પાળવાના અમેરિકાના દાવાઓને સહન કરી રહેલા પાકિસ્તાનને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના સહયોગીઓ દ્વારા કડક સંદેશ મોકલવાની તૈયારીમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આવનારા થોડા સમયમાં પોતાના ડિપ્લોમેટિક અને સૈન્ય સલાહકારોને પાકિસ્તાન મોકલશે. ટ્રમ્પ પોતાના સહયોગીઓ થકી પાકિસ્તાનને કડક સંદેશ આપવા માગે છે કે હવે તમારે કોઈપણ કીમતે જેહાદી સમૂહોને સમર્થન આપવાનું બંધ કરવું […]

Uncategorized
Noel insanity ડોનાલ્ડ ટ્રંપ પોતાના ડિપ્લોમેટિક અને સૈન્ય સલાહકારોને,મોકલશે પાકિસ્તાન

આતંકવાદને પાળવાના અમેરિકાના દાવાઓને સહન કરી રહેલા પાકિસ્તાનને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના સહયોગીઓ દ્વારા કડક સંદેશ મોકલવાની તૈયારીમાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આવનારા થોડા સમયમાં પોતાના ડિપ્લોમેટિક અને સૈન્ય સલાહકારોને પાકિસ્તાન મોકલશે. ટ્રમ્પ પોતાના સહયોગીઓ થકી પાકિસ્તાનને કડક સંદેશ આપવા માગે છે કે હવે તમારે કોઈપણ કીમતે જેહાદી સમૂહોને સમર્થન આપવાનું બંધ કરવું પડશે.

ડોનાલ્ડ ટ્રંપે પાકિસ્તાન વિરૂદ્ધ આપેલા નિવેદનના થોડા સમય બાદ જ અમેરિકી વિદેશ મંત્રી રેક્સ ટિલરસન આ મહિનાના અંતે પાકિસ્તાનના પ્રવાસે જઈ શકે છે.

ત્યારબાદ અમેરિકી રક્ષામંત્રી જિમ મૈટિસ પણ પાકિસ્તાન જાય તેવી શક્યતાઓ છે. માનવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી પાકિસ્તાન પોતાના સરહદીય વિસ્તારોમાં આતંકવાદીઓને સુરક્ષિત જગ્યા આપી રહ્યું છે તો સાથે જ અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના સાથે લડી રહેલા ઈસ્લામિક સમૂહોને પાકિસ્તાનના સમર્થનથી અમેરિકી પ્રશાસન હવે ત્રસ્ત થઈ ગયું છે.