Accident/ ટ્યુશનમાંથી પરત ઘરે જતા બે વિદ્યાર્થીઓનાં ટ્રેનની અડફેટે ચડતા મોત

અકસ્માત આમતો ગુજરાત માટે સામાન્ય વાત થઇ ગઇ છે, પછી ભલેને અકસ્માતમાં રોજ-રોજ અનેક જીવન હોમાય જતા હોય. અકસ્માત એટલે પહેલો વિચાર જે મનમાં આવે તે કોઇ કાર, ટ્રક કે બસ કે પછી

Ahmedabad Gujarat
train hit ટ્યુશનમાંથી પરત ઘરે જતા બે વિદ્યાર્થીઓનાં ટ્રેનની અડફેટે ચડતા મોત

અકસ્માત આમતો ગુજરાત માટે સામાન્ય વાત થઇ ગઇ છે, પછી ભલેને અકસ્માતમાં રોજ-રોજ અનેક જીવન હોમાય જતા હોય. અકસ્માત એટલે પહેલો વિચાર જે મનમાં આવે તે કોઇ કાર, ટ્રક કે બસ કે પછી બાઇકની કે કોઇ પણ વાહનની ટક્કર થઇ હોવી જોઇએ. પરતું અમદાવાદમાં આજે સાંજે નોંધવામાં આવેલ અકસ્માતમાં આવુ કશુ જ નહોતું છતા એક સાથે બે માસુમ વિદ્યાર્થીઓનો જીવ ગયો.

In Tirupur Hit on the train Student killed || திருப்பூரில் பரிதாபம்:  ரெயிலில் அடிபட்டு மாணவன் பலி

ઘટના એવી છે કે, અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં 6 જેટલા વિદ્યાર્થીઓ પોતાનાં ટ્યુશન ક્લાસ પતાવી પોત પોતાનાં ઘરે જવા નીકળ્યા અને ઘરે જતા હતા ત્યારે  મણિનગર રેલવે ક્રોસિંગ પર ગોઝારી અકસ્માતની ઘટનાએ ઘાટ લીધો. અકસ્માતે બે વિદ્યાર્થીઓ ટ્રેનની અડફેટે આવી ગયા.

Engg Student in TN Hit By Train While Taking Selfie, Dies

સામે આવતી વિગતોમાં અનેક તર્ક વિતર્ક જોવામાં આવી રહ્યા છે, વિગત ગમે તે હોય તે વાત હકીકત છે કે બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવી દીધા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે વિદ્યાર્થીઓ રિક્ષામાં ઘરે જતા હતા. ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવતા વિદ્યાર્થીઓ ની પૂછપરછમાં નવો વળાંક જોવામાં આવ્યા. અન્ય 4 વિદ્યાર્થીઓએ સમગ્ર હકીકત જણાવી. મરણજનાર બનેં વિદ્યાર્થીઓ હાથીજણની આનંદનિકેતન સ્કુલ હતા. એક સાથે બે મિત્ર વિદ્યાર્થીઓના પરિવારમાં માતમ છવાયો. ઘટનાની જાણ થતા જ પોલિસ કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…