Bharuch/ રવિવારી બજારમાં covid 19 ના નિયમોનું પાલન કોણ કરાવશે..?

જિલ્લામાં પણ કોરોના ની સંખ્યા સતત વધી રહી છે. છતાં પણ ભરૂચના બજારો ધમધમી રહ્યા છે. સરકારે પણ સરકારની કોવિડ ૧૯ ના નીતિ નિયમો બનાવી કેટલાક વેપાર-ધંધા શરૂ કરવાની પરવાનગી આપી છે. પરંતુ કેટલાય બજારોમાં સરકારના નીતિનિયમો ના ધજાગરા ઊડી રહ્યા છે.

Top Stories Gujarat Others
અબડાસા 19 રવિવારી બજારમાં covid 19 ના નિયમોનું પાલન કોણ કરાવશે..?

@દિનેશ મકવાણા, મંતવ્ય ન્યૂઝ-ભરૂચ 

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ રોજ ૨૫ થી વધુ નોંધાઈ રહ્યા છે છતાં લોકોમાં સાવચેતીનું અભાવ જોવા મળી આવશે કોરોના ને નાથવા તંત્ર પણ નિષ્ફળ નિવડયું છે.  પરંતુ ભરૂચ ના કતોપોર બજારમાં રવીવારી બજારમાં લોકોના મેળાવડાઓ ના કારણે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય ઉપરાંત કેટલાય માસ્ક  વિના જોવા મળ્યા છે. ત્યારે કોરોના હજુ પણ વધુ ફેલાય તેવી દહેશત વર્તાઇ રહી છે પરંતુ આ લોકોને કાયદાનું પાલન કોણ કરાવે તે વાતને લઇ પોલીસ પણ મૌન સેવી રહી છે.

ભરૂચ જિલ્લામાં પણ કોરોના ની સંખ્યા સતત વધી રહી છે. છતાં પણ ભરૂચના બજારો ધમધમી રહ્યા છે. સરકારે પણ સરકારની કોવિડ ૧૯ ના નીતિ નિયમો બનાવી કેટલાક વેપાર-ધંધા શરૂ કરવાની પરવાનગી આપી છે. પરંતુ કેટલાય બજારોમાં સરકારના નીતિનિયમો ના ધજાગરા ઊડી રહ્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કતોપોર બજાર ખાતે રવિવારી બજાર યોજાઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે જેના કારણે કેટલાય લોકો માસ્ક વિનાના પણ જોવા મળી રહ્યા છે. તદુપરાંત સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાતું હોવાના કારણે સમગ્ર બજારમાં ભારે ભીડ જામી રહી છે. જેના કારણે કોઈ એક કોરોના સંક્રમિત હોય તો તે અન્યને ઝપેટમાં લઇ શકે છે. ત્યારે લોકો કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરે તે જરૂરી છે પરંતુ કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ તંત્રની છે.

પરંતુ અહીંયાં પોલીસ પણ નિષ્ફળ નીવડી રહી છે. રવિવારી બજાર નજીક પોલીસ ચોકી હોવા છતાં પોલીસ કર્મીઓ પણ લોકોને માસ્ક પહેરવા તરફ સોશિયલ જાળવવાનું આહવાન કરવામાં નિષ્ફળ નીવડી રહી છે. જેના પગલે આ વિસ્તારમાંથી કોરોના ની સંખ્યા વધે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થયા છે. જોકે આજે પણ રવીવારી બજારમાં લોકોની ભારે ભીડ જામી હતી. જેના પગલે ભીડમાં પણ કેટલાય લોકો માસ્ક વિનાના કેમેરામાં કેદ થયા છે. ત્યારે લોકોમાં ભલે સાવચેતીનો અભાવ હોય પરંતુ કોંવિંડ ૧૯ ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે. પરંતુ હવે પોલીસને પણ કોરોના નો ભય સતાવી રહ્યો હોય તેવી લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે.