Not Set/ LICએ 53,214.41 કરોડનાં સરપ્લસમાંથી 2,610.74 કરોડનો સરકારી હિસ્સાનો ચેક સરકારને સોંપ્યો

ભારતીય જીવન વિમા નિગમ એટલે કે LICનાં અધ્યક્ષ એમ.આર.કુમારે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને રૂ. 2,610.74 કરોડનો ચેક શુક્રવારે સોંપ્યો હતો. LICના અધ્યક્ષ દ્વારા સોંપવામાં આવેલ આ રકમ નાણાકીય વર્ષ 2018-2019 માટેનાં સરકારનાં LICમાં હિસ્સાનાં ભાગ રુપે સોંપવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય  નાણાં સચિવ રાજીવ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. Ministry of Finance: Union […]

Top Stories Business
lic govt LICએ 53,214.41 કરોડનાં સરપ્લસમાંથી 2,610.74 કરોડનો સરકારી હિસ્સાનો ચેક સરકારને સોંપ્યો

ભારતીય જીવન વિમા નિગમ એટલે કે LICનાં અધ્યક્ષ એમ.આર.કુમારે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને રૂ. 2,610.74 કરોડનો ચેક શુક્રવારે સોંપ્યો હતો. LICના અધ્યક્ષ દ્વારા સોંપવામાં આવેલ આ રકમ નાણાકીય વર્ષ 2018-2019 માટેનાં સરકારનાં LICમાં હિસ્સાનાં ભાગ રુપે સોંપવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય  નાણાં સચિવ રાજીવ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

નાણાં મંત્રાલયનાં જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2018-2019 દરમિયાન, એલઆઈસીએ વેલ્યુએશન સરપ્લસ રુપે રૂ. 53,214.41 કરોડનું ઉત્પાદન કર્યું હતું, જે પાછલા વર્ષ કરતા 9.9% વધારે નોંધાવ્યું છે. 30.11.2019 ના રોજ LICની પોલિસીની સંખ્યામાં 76.28% અને ફર્સ્ટ યર પ્રીમિયમમાં 71% નો માર્કેટ શેર છે.

આપને જણાવી દઇએ કે, ગતવર્ષે એટલે કે, નાણાંકીય વર્ષ 2017-2018માટે એલઆઈસીના અધ્યક્ષ વી.કે.શર્માએ નાણા પ્રધાન અરુણ જેટલીને ડિવિડન્ડ રૂપે 24.3 અબજ રૂપિયાનો ચેક આપ્યો હતો . ગત નાણાકીય વર્ષ 2017-18માં સરકારની માલિકીની લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન (એલઆઈસી) એ 484.44 અબજ રૂપિયાનું સરપ્લસ નોંધ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.