Not Set/ મહારાષ્ટ્રની ભાજપ સરકારને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ,તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરવા માંગણી,આજે થશે સુનવણી

મહારાષ્ટ્રમાં અજીત પવારના ટેકાથી  રચાયેલી ભાજપની સરકારને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ધારાસભ્યોનું હોર્સ રાઈડિંગ રોકવા માટે 24 કલાકની અંદર જ ફ્લોર ટેસ્ટની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ આ મામલે આજે 11.30 કલાકે સુનવણી કરશે.શિવસેના, એનસીપી અને કોંગ્રેસે દેવેન્દ્ર […]

Top Stories India
સુપ્રીમ મહારાષ્ટ્રની ભાજપ સરકારને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ,તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરવા માંગણી,આજે થશે સુનવણી

મહારાષ્ટ્રમાં અજીત પવારના ટેકાથી  રચાયેલી ભાજપની સરકારને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ધારાસભ્યોનું હોર્સ રાઈડિંગ રોકવા માટે 24 કલાકની અંદર જ ફ્લોર ટેસ્ટની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.

જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ આ મામલે આજે 11.30 કલાકે સુનવણી કરશે.શિવસેના, એનસીપી અને કોંગ્રેસે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારને શપથ અપાવવા માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે.

કોંગ્રેસ-એનસીપી-શિવસેના તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર દેવદત્ત કામતે જણાવ્યું, અમે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, ફડણવીસ અને ભાજપ પાસે બહુમતી નથી. રાજ્યપાલે તેમ છતા તેમને રાજ્યના મુખ્યમંત્રી બનાવી દીધા છે. અમે કોર્ટને અપીલ કરી છે કે, રવિવારે ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપે

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં અરજી ત્રણ પક્ષ તરફથી દાખલ કરવામાં આવી છે. અમે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર પર ગેરકાયદેસર અને અબંધારણી સરકાર ગઠન વિરુદ્ધ તુરંત ફ્લોર ટેસ્ટની માંગણી કરી છે. રજિસ્ટ્રીએ અમને રવિવારે સમય 11.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. અમને વિશ્વાસ છે કે, કાયદો અને બંધારણનું ગૌરવ જળવાયેલુ રહેશે અને ભાજપ જેણે લોકતંત્રની હત્યાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે તેને આકરો જવાબ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.