Not Set/ જુઓ આ નેતાએ કહ્યું કે પરીક્ષામાં ચોરી કરવી એ કોઈ મોટી બાબત નથી, મેં પણ કરી હતી

નવી દિલ્હી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે પરીક્ષામાં ચોરી કરવી એ કોઈ ગુનો નથી.ઘણા લોકોએ તેમના જીવનમાં પરીક્ષામાં કરેલી છે અને મેં પણ કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથની સરકારે બોર્ડની પરીક્ષા ચોરીરહિત કરવા માટે જે દાવો કર્યો છે તેના પર અખિલેશ યાદવએ કહ્યું કે આ સાવ જુઠી વાત  છે. એટલું […]

India
akhilesh yadav જુઓ આ નેતાએ કહ્યું કે પરીક્ષામાં ચોરી કરવી એ કોઈ મોટી બાબત નથી, મેં પણ કરી હતી

નવી દિલ્હી

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે પરીક્ષામાં ચોરી કરવી એ કોઈ ગુનો નથી.ઘણા લોકોએ તેમના જીવનમાં પરીક્ષામાં કરેલી છે અને મેં પણ કરી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથની સરકારે બોર્ડની પરીક્ષા ચોરીરહિત કરવા માટે જે દાવો કર્યો છે તેના પર અખિલેશ યાદવએ કહ્યું કે આ સાવ જુઠી વાત  છે.

એટલું જ નહી પણ તેમણે બીજેપીના નેતા પર આરોપ લગાવ્યો છે કે અલીગઢ, ભદોહી અને ગોરખપુર જેવી જગ્યાએ પરીક્ષા કેન્દ્રની જગ્યાએ ભાજપના નેતા તેમના ઘરે કોપી મંગાવીને ખુલ્લેઆમ ચોરી કરાવે છે અને સામાન્ય બળકોને ચોરી કરવાની ના પાડે છે.

અખિલેશ યાદવે યોગી સરકારની ચોરી રોકવાની બાબત પર વધુ ઉમેર્યું કે રાજ્યમાં બેરોજગારી ચરમ સીમા પર છે.સીએમ યોગી તેમના ચૂંટણી વખતે કરેલા રોજગારી આપવાના વાયદા સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. આવા સમયે રાજ્યમાં રોજગાર માંગવાવાળા બીજા યુવાનો ન વધે એટલે તેમણે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં પાસ ના થઇ શકે તે માટે આ ઝાળ બિછાવી છે. જો ચોરી કર્યા વગર જો વિદ્યાર્થી પાસ નહિ થાય તો તેઓ રોજગારી માંગવા કાર્યલય પર પણ નહિ આવે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશે સ્વીકાર કર્યો કે અમારા સમયમાં બોર્ડની પરીક્ષામાં ચોરી થતી હતી. જો યોગી સરકારને હકીકતમાં જ વિદ્યાર્થીઓનું હિત ઈરછવું હોય તો યુરોપિયન દેશમાં જે પ્રણાલી ચાલે છે તે લાગુ પાડે. યુરોપિયન દેશોમાં ઓપન બુક એક્ઝામની પ્રણાલી ચાલુ છે કે જેમાં વિદ્યાર્થી જેતે વિષયની પરીક્ષા હોય તેની બુક જોડે લઈને પરીક્ષા આપે છે. અખિલેશે કહ્યું કે જો શાળામાં ભણવાનું સારું હશે તો ચોરી કરવાની કોઈ જરૂર નહિ પડે પણ ભણતર સુધાર્યા વગર પરીક્ષામાં ચોરી થતી અટકાવવી એ વ્યાજબી નથી.

Image result for akhilesh yadav and mulayam yadav

તમને જણાવી દઈએ કે આની પહેલા પણ અખિલેશ યાદવનું બયાન વિવાદિત રહ્યું હતું. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચુંટણી વખતે સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અખિલેશ યાદવના પિતા મુલાયમ યાદવને  બળાત્કારને લઈને વિવાદિત વાત કીધી હતી. જેમાં અખિલેશે કીધું હતું કે છોકરાઓથી ઘણી વાર ભૂલ થઇ જાય છે અને તેઓ બળાત્કાર કરી બેસે છે પણ તેના માટે આરોપીને કઠીન સજા આપવાની શું જરૂર છે !