Not Set/ ભારત-ચીન સીમા વિવાદમાં જવાનોનાં શહીદ થયા બાદ અમિતાભ બચ્ચને કરી ભાવુક પોસ્ટ

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનાં કારણે દેશનાં 20 સૈનિકો હીદ થયા છે. સૈનિકોનાં બલિદાન બાદ સમગ્ર દેશ તેમના બલિદાનને યાદ કરી રહ્યો છે અને તેમને અશ્રૂપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. બોલિવૂડનાં દિગ્ગજો પણ સૈનિકોનાં બલિદાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બિગ બી અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. આપને જણાવી […]

India
dc2346a14dba00c4f742955eb3bc7b3e 1 ભારત-ચીન સીમા વિવાદમાં જવાનોનાં શહીદ થયા બાદ અમિતાભ બચ્ચને કરી ભાવુક પોસ્ટ

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનાં કારણે દેશનાં 20 સૈનિકો હીદ થયા છે. સૈનિકોનાં બલિદાન બાદ સમગ્ર દેશ તેમના બલિદાનને યાદ કરી રહ્યો છે અને તેમને અશ્રૂપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. બોલિવૂડનાં દિગ્ગજો પણ સૈનિકોનાં બલિદાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બિગ બી અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે.

આપને જણાવી દઈએ કે, 15 જૂનની રાત્રે ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં એક કર્નલ અને બે સૈનિકોનાં મોતનો સમાચાર સામે આવ્યા હતા, જ્યારે 17 સૈનિકો ઘાયલ થયા હતા, જેમનું મંગળવારં મૃત્યુ થયુ હતુ. સમગ્ર રાષ્ટ્ર સૈનિકોનાં સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ વચ્ચે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક ગીતની લાઇનો લખી હતી.

તેમણે લખ્યું, જરા આંખ મે ભર લો પાની, જો શહીદ હુએ હે ઉનકી, જરા યાદ કરો કુર્બાની. તેમણે આપણા દેશની રક્ષા માટે પોતાનો જીવનું બલિદાન આપ્યું જેથી અમે સુરક્ષિત રહીએ. ભારતીય સૈન્યનાં અધિકારીઓ અને જવાનોને મારી સલામ, જય હિન્દ. અગાઉ રિતિક રોશન પણ સૈનિકોનાં બલિદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે લખ્યું કે મને સાંભળીને ખૂબ દુઃખ થાય છે કે લદ્દાખમાં આપણા સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભૂમિ પરની આપણી સૈન્ય ખૂબ શક્તિશાળી છે, જે લોકોએ તેમની ફરજ દરમિયાન વિરગતિ પ્રાપ્ત કરી છે તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના અને પ્રાર્થના ભગવાન તેમને શાંતિ અર્પે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.