New Delhi News: થોડા મહિનાઓ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બ્રિટિશ શાસનના IPC, CrPC અને ઈન્ડિયન એવિડેન્સ એક્ટને રિપ્લેસ કરી ત્રણ નવા કાયદા બનાવવાની જાહેરાત કરી હતી. બાદમાં શિયાળુ સત્રમાં બંને ગૃહમાંથી મંજૂરી મળી ખરડો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ત્રણ નવા ક્રિમિનલ કાયદા ભારતીય ન્યાય સંહિતા,2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા,2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ,2023 – 1 જુલાઈ, 2024થી અમલમાં આવશે.
તજજ્ઞોના મતે આ ત્રણ નવા કાયદા આતંકવાદ, મોબ લિંચિંગ અને દેશની સુરક્ષાની અખંડિતતાને ખતરામાં નાખતા કૃત્યો પર સખ્ત સજાની જોગવાઈ કરવામાં આવશે. ભારતીય ન્યાય સંહિતામાં 20 નવા ગુનાઓ ઉમેરવામાં આવ્યા છે. જ્યારે IPCમાં ઉલ્લેખિત 19 જોગવાઈઓને દૂર કરી દેવામાં આવી છે. જેમાં 33 ગુનાઓમાં જેલવાસની સજા વધારી દેવામાં આવી છે. 83 જોગવાઈઓમાં દંડની સજા વધારી દેવાઈ છે. જ્યારે 23 ગુનાઓમાં ઓછી સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યસભામાં ગુનાહિત બિલ પસાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આ કાયદાઓ લાગૂ થયા બાદ ‘તારીખ પર તારીખ’ યુગનો અંત આવશે. ત્રણ વર્ષમાં ન્યાય આપવામાં આવશે. આ બિલને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે, આ કાયદો નાગરિકોના અધિકારોને સૌથી ઉપર રાખશે. મહિલાઓ અને બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
કેટલો બદલાવ આવ્યો…
IPC- કયું કૃત્ય ગુનો છે અને તેની સજા શું છે તે આઈપીસી નક્કી કરે છે. અગાઉ આઈપીસીમાં 511 કલમો હતી. હવે નવા કાયદામાં 358 કલમો હશે. 21 નવા ગુનાઓ ઉમેરવામાં આવ્યા છે. 41માં જેલની સજામાં વધારો કરાયો છે. 19 કલમો દૂર કરી દેવાઈ છે.
CrPC- ધરપકડ, તપાસ અને મુકદમો ચલાવવાની પ્રક્રિયા સીઆરપીસીમાં ઉલ્લેખિત કરવામાં આવી છે. સીઆરપીસીમાં 484 નવી કલમો ઉમેરાઈ છે. હવે નવા કાયદામાં 531 કલમો હશે. 177 કલમો બદલી દેવાઈ છે. 14ને દૂર કરી દેવાઈ છે.
ઈન્ડિયન એવિડન્સ એક્ટ- કેસમાં તથ્યોને કેવી રીતે સાબિત કરવામાં આવશે, નિવેદન કેવી રીતે નોંધાશે વગેરે આ કાયદામાં સમાવેશ કરાયો છે. પહેલા આ કાયદામાં 167 કલમો હતી. હને નવા કાયદામાં 170 કલમો હશે. 24 કલમોને બદલી દેવાઈ છે અને 6ને દૂર કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો:શું PASAમાં પકડાયેલા મૌલાના અઝહરીનો જેલવાસ લાંબો ચાલશે…
આ પણ વાંચો:અશ્વિને ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો, જાણો ક્રિકેટ જગતની 10 મોટી ઘટનાઓ