UPSC Result/ UPSC ફાઈનલનું પરિણામ જાહેર, 25 ગુજરાતી ઉમેદવારોને મળી સફળતા

UPSC ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માસમાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 16T160820.688 UPSC ફાઈનલનું પરિણામ જાહેર, 25 ગુજરાતી ઉમેદવારોને મળી સફળતા

UPSC ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માસમાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1016 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. જેમાં ટોપ 100માંથી ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જ્યારે જનરલ કેટગરીમાં 347, EWS કેટેગરીમાં 115, OBCમાં 303, SCમાં 165 અને STમાં 86 ઉમેદવારો પાસ થયા છે. તેમજ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવારો UPSC ક્લિયર કરવામાં સફળ થયા છે.

આ 25 ગુજરાતીઓમાંથી 5 યુવતી યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહી છે. જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા,કંચન મનિષભાઈ ગોહિલ, ઘાંચી ગઝાલા, અને મીણા માનસીનો સમાવેશ થાય છે.

આ 25 ગુજરાતીઓએ યુપીએસસી પરીક્ષા કલિયર કરી

ઉત્તીર્ણ ઉમેદવાર અને તેમનો રેન્ક

  1. વિષ્ણુ શશી કુમાર – 31
  2. ઠાકુર અંજલિ અજય – 43
  3. અતુલ ત્યાગી – 62
  4. પટેલ મિતુલ કુમાર અશ્વિનભાઈ – 139
  5. રમેશચંદ્ર વર્માં – 150
  6. પટેલ અનિકેત કમલેશભાઈ – 183
  7. ઝા સમીક્ષા સત્યેન્દ્ર – 362
  8. પટેલ હર્ષ રાજેશ કુમાર – 392
  9. ચંદ્રેશ શાંકલા – 432
  10. કરણકુમાર પન્ના – 486
  11. પટોળિયા રાજ – 488
  12. દેસાઈ જૈનિલ – 490
  13. કંચન માનસિંહ ગોહિલ – 506
  14. સ્મિત નવનીત પટેલ  – 562
  15. અમરાની આદિત્ય સંજય – 702
  16. દીપ રાજેશ પટેલ – 776
  17. નીતિશ કુમાર – 797
  18. ઘાંચી ગઝાલા – 825
  19. અક્ષય દિલીપ લંબે – 908
  20. કિશન કુમાર જાદવ – 923
  21. પાર્થ યોગેશ ચાવડા – 932
  22. પારગી કેયુર દિનેશભાઈ – 936
  23. મીણા માનસી આર. – 946
  24. ભોજ કેયુર મહેશભાઈ – 1005
  25. ચાવડા આકાશ – 1007