By Election/ ગોલ્ડમેડાલીસ્ટ દોડવીર સરિતા ગાયકવાડે કર્યું પ્રથમ વખત મતદાન

ડાંગ જીલ્લાની રહેવાસી અને એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સરિતા ગાયકવાડે પ્રથમ વાર મતદાન કર્યું છે.

Top Stories Gujarat Others
kaprada 23 ગોલ્ડમેડાલીસ્ટ દોડવીર સરિતા ગાયકવાડે કર્યું પ્રથમ વખત મતદાન

આજ રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ડાંગ જીલ્લાની રહેવાસી અને એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સરિતા ગાયકવાડે પ્રથમ વાર મતદાન કર્યું છે.

નોધનીય છે કે, ડાંગની રહેવાસી સરિતા ગાયકવાડ ભારતને એશિયન ગેમ્સની રીલે દોડમાં ગોલ્ડ અપાવનારી ટીમની સભ્ય રહી છે. અને હાલમાં જ ગુજરાત સરકારે તેણીનું સન્માન કરતાં DYSP તરીકે નિમણૂક આપી છે.

આ પ્રસંગે તેણીએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત મત આપીને તેને એક ગુજરાતી તરીકે ગર્વની લાગણી અનુભવિ રહી છે. સાથે તેણીએ  વધુને વધુ લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી.

નોધનીય છે કે, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, અબડાસા, કરજણ, કપરાડા અને ડાંગ એમ આઠ બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.  ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીઓએ ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. અને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા છે. બંને રાજકીય પક્ષોએ તમામ બેઠકો પર જીતના દાવા કર્યા છે. આઠ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 81 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આજે મતદારો તમામ 81 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ કરશે. આગામી 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.