એન્કાઉન્ટર/ જમ્મુ કાશ્મીરમાં થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર

એન્કાઉન્ટરમાં આતંકવાદી ઠાર

Top Stories
fayrinfgg જમ્મુ કાશ્મીરમાં થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતી પ્રાપ્ત કર્યા પછી દક્ષિણ કાશ્મીર જિલ્લાના શિરમલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારમાં એક આતંકવાદીનું મોત થયુ છે.હજી ફાયરિંગ ચાલી રહી છે

તેમણે કહ્યું કે જ્યારે સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમના ઉપર ફાયરિંગ કરી દીધી હતી. અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી.તેમાં આતંકવદી ઠાર થયો છે તેમણે કહ્યું કે એન્કાઉન્ટર હજી ચાલુ છે અને વિગતોની રાહ જોવાઇ રહી છે.ઉલ્લેખનીય છે કે ગઇકાલે આતંકવાદીઓએ અંધાધૂધ ફાયરિંગ કરીને એક પોલીસ ઇન્સપેકટને શહીદ કર્યા હતા.આતંકવાદીઓ સાથે હાલ ફાયરિંગ સામસામે ચાલી રહ્યું છે.