Not Set/ શૈક્ષણિક પ્રવાસમાં ગયેલી બસ 700 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતાં 23ના મોત

કાઠમંડુ: નેપાળમાં પાટનગર કાઠમંડુથી 400 કિલોમીટર દૂર પશ્ચિમ નેપાળના દાંગ જિલ્લામાં એક કોલેજના શૈક્ષણિક પ્રવાસ માટે નીકળેલી એવી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભરેલી એક બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 23 વ્યક્તિના મોત નિપજ્યાં છે. આ અકસ્માત કોલેજના વિદ્યાર્થીઓને લઈને શૈક્ષણિક પ્રવાસમાંથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે બસ પર્વતની ઘાટીવાળા રોડ પરથી પસાર થતી હતી ત્યારે […]

Top Stories World Trending
Educational tour bus slipped in a 700-feet-deep valley, 23 dead

કાઠમંડુ: નેપાળમાં પાટનગર કાઠમંડુથી 400 કિલોમીટર દૂર પશ્ચિમ નેપાળના દાંગ જિલ્લામાં એક કોલેજના શૈક્ષણિક પ્રવાસ માટે નીકળેલી એવી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભરેલી એક બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 23 વ્યક્તિના મોત નિપજ્યાં છે. આ અકસ્માત કોલેજના વિદ્યાર્થીઓને લઈને શૈક્ષણિક પ્રવાસમાંથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે બસ પર્વતની ઘાટીવાળા રોડ પરથી પસાર થતી હતી ત્યારે બસ સ્લિપ થઈને એક ઊંડી ખીણમાં જઈને ખાબખી હતી. આ અકસ્માતમાં 14 વ્યક્તિ ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના અંગે કાઠમંડૂ પોસ્ટના અહેવાલ મુજબ ઘોરાઈ ખાતેની કૃષ્ણસેન ઈચ્છુક પોલિટેકનિક ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વનસ્પતિ વિજ્ઞાન પ્રોજેક્ટ માટે શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત સલ્યાન જિલ્લામાં કપૂરકોટ ગામે આવેલા એક ખેતરની મુલાકાતે ગયા હતાં. ખેતરની મુલાકાત બાદ આ વિદ્યાર્થીઓની આ બસ કપૂરકોટથી પરત ફરી રહી હતી, તે દરમિયાન રમરી ગામ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

સલ્યાન જિલ્લા પોલીસ કાર્યાલયના મુજબ, આ બસમાં કુલ 37 વ્યક્તિઓ સવાર હતાં. જેમાં 34 વિદ્યાર્થીઓ, 2 શિક્ષકો અને બસ ડ્રાઈવરનો સમાવેશ થતો હતો. આ બસ રાજધાની કાઠમંડૂથી લગભગ 400 કિલોમીટર દૂર રમરી ગામ પાસે દુર્ઘટનાનો ભોગ બની હતી. બસ લપસીને આશરે 400 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. અકસ્માતમાં 5 યુવતીઓ સહિત 14 લોકો ઘાયલ થયા છે.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થતાં સૌપ્રથમ સ્થાનિક ગામજનો દ્વારા રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં ઈજા પામેલાઓને સારવાર માટે તાત્કાલિક ધોરણે રાપ્તિ ઝોનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.