જૂનાગઢ/ નારાજ નીતિન ફળદુએ ભાજપનો સાથ છોડ્યા બાદ આજે પકડ્યો કોંગ્રેસનો હાથ

જૂનાગઢ ભાજપમાં ભૂકંપ તો બે દિવસ પહેલા જ આવ ચૂક્યો હતો જ્યારે જૂનાગઢના દિગ્ગજ સ્થાનિક નેતા નીતિન ફળદુએ પોતાની નારાજગી વ્યક્ત કરતા ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું

Top Stories Gujarat Others Trending
nitin fa નારાજ નીતિન ફળદુએ ભાજપનો સાથ છોડ્યા બાદ આજે પકડ્યો કોંગ્રેસનો હાથ

જૂનાગઢ ભાજપમાં ભૂકંપ તો બે દિવસ પહેલા જ આવ ચૂક્યો હતો જ્યારે જૂનાગઢના દિગ્ગજ સ્થાનિક નેતા નીતિન ફળદુએ પોતાની નારાજગી વ્યક્ત કરતા ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જો કે, કહી શકાય કે તે ભૂકંપમાં થયેલી નુકસાનીનો ક્યાસ આજે સામે આવ્યો છે. નીતિન ફળદુએ ભાજપનો સાથ છોડી અને કોંગ્રેસનો હાથ મજબૂત કર્યો હોવાની વિગતો સામે આવતા જ જૂનાગઢ ભાજપ સહિત રાજકીય પરીપેક્ષમાં સન્નાટો છવાઇ ગયો હતો.

Election / કોંગ્રેસે ભાવનગર મનપાનાં 11 વોર્ડ માટે 24 ઉમેદવારોની યાદી કરી જાહેર

nitin faldu નારાજ નીતિન ફળદુએ ભાજપનો સાથ છોડ્યા બાદ આજે પકડ્યો કોંગ્રેસનો હાથ

Election / અમદાવાદ ભાજપનો ભડકો વધતા ડેમેજ કંટ્રોલ કરવા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજી ખાનપુર દોડી આવ્યા

બીલકુલ અટકળો પ્રમાણે જૂનાગઢમાં અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. જૂનાગઢ જીલ્લા ભાજપનાં મહામંત્રી નીતિન ફળદુ કોંગ્રેસમાં જોડાયા છે, તો સાથે સાથે તેના વિસ્તારનાં ઉપસરપંચો સહિતનાં અનેક હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. જૂનાગઢ જીલ્લા ભાજપનાં અનેક કાર્યકરોને કોંગ્રેસ જીલ્લા પ્રમુખ અને બીજા પાટીદાર નેતા હર્ષદ રિબડીયાએ આવકાર્યો છે.

આપને જણાવી દઇએ કે, ભાજપમાંથી રાજીનામું આપી આજે કોંગ્રેસનો હાથ પકડનાર નીતિન ફળદૂ (ટીનુભાઈ) ઉમિયાધામ ગાઠીલાના પ્રમુખનાં પુત્ર છે અને વગદાર પાટીદારોમાં તેમનું નામ છે. નીતિન ફળદૂ દ્વારા ભાજપમાંથી રાજીનામું આપવા પાછળ જે કારણ આપવામાં આવ્યું હતું તે પણ સાપ્રાંત સંજોગોમાં મોટો ભાગ ભજવી શકે તેવું જોવામાં આવી રહ્યું છે. રાજીનામું આપનાર નીતિન ફળદૂ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પાટીદારો સાથે અન્યાય મુદ્દે પોતે રાજીનામું આપ્યું હતું. અને સાથે સાથે નીતિન ફળદૂ દ્વારા કેબિનેટ મંત્રી જવાહર ચાવડાથી નારાજગી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું હોવાની રાજકીય પરીપેક્ષમાં ચર્ચા છે.

Election / ચોટીલા કોંગ્રેસનાં ગઢમાં ગાબડુ, 10 આગેવાનો સહિત 150 કાર્યકરો ભાજપમાં

PICTURE 4 55 નારાજ નીતિન ફળદુએ ભાજપનો સાથ છોડ્યા બાદ આજે પકડ્યો કોંગ્રેસનો હાથ

Election / જામનગરમાં ભાજપનાં ઉમેદવારોએ નથી ભર્યા નામાંકન પત્ર, વિજય મુહૂર્તનો સમય થયો પૂર્ણ

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ઉમિયાઘામ ઉંઝા ખાતે લેવા પાટીદાર અને કડવા પાટીદારોનાં મોભીઓ મળ્યા હતા અને આ બેઠકમાં પણ ખોડલઘામનાં લેવા પાટીદાર અગ્રણી નરેશ પટેલ દ્વારા પાટીદારોને રાજકારણ અને નોકરી બાબતે અન્યાય થઇ રહ્યો હોવાની વાત પર ભાર મુકવામાં આવ્યો હતો અને સાથે સાથે ટકોર પણ કરવામાં આવી હતી કે આપણે ભૂતકાળમાંથી શિખ લઇ નવી પસંદગીમાં ધ્યાન રાખીશું.

એક તરફ મહાનગરો – નગરપાલીકાઓ અને તાલુકા-જીલ્લા પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, તો એક તરફ ભાજપ પોતાની રીતે આટલી પાલીકા અને અટલી પંચાયત સહિત આટલા મહાનગરોની બેઠક જીતશે તેવા દાવા કરી રહ્યું છે અને બીજી તરફ એવા જ દાવા કોંગ્રેસ પણ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સહિતનાં બીજા પક્ષો પણ મહત્વની ભૂમિકા ભજવશે તેવી રાજકીય વિષ્લેસકો દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. તમામ વાતો અને સર્વે ઉપરાંતની અટકળો વચ્ચે ચૂંટણી સમયે રાજી-નારાજી પણ એક મોટો ભાગ ભજવશે તે પણ થોડા સમય પૂર્વે ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીઓ શિખવતી ગઇ છે. જો કે ત્યારે દાવ ભાજપનો હતો અને હાલ કોંગ્રેસને આવશે એવુ રાજકીય રીતે ચર્ચાઇ રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…