Not Set/ રાજનીતિક સંકટથી ઘેરાયેલા કર્ણાટકમાં શું કુમારસ્વામી મેળવી શકશે વિશ્વાસમત, જાણો

કર્ણાટક રાજનીતિક નાટકથી આજે પડદો ઉઠે તેવી સંભાવનાઓ છે. ગુરુવારે વિધાનસભામાં કુમારસ્વામી સરકારને વિશ્વાસમત મેળવવાનો હતો પરંતુ સાંજે વિધાનસભા અધ્યક્ષએ સદનને શુક્રવારે સવાર સુધી સ્થગિત કરી દીધુ હતુ. આ પહેલા રાજ્યપાલએ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને કહ્યુ હતુ કે તે ગુરુવાર સાંજ સુધી બહુમત મેળવી લે. વિધાનસભા સ્થગિત થયા બાદ વિરોધસ્વરૂપ ભાજપનાં ધારાસભ્યોએ સદનની બહાર ધરણા પ્રદર્શન […]

Top Stories India
D vWUMGU8AAOrJj રાજનીતિક સંકટથી ઘેરાયેલા કર્ણાટકમાં શું કુમારસ્વામી મેળવી શકશે વિશ્વાસમત, જાણો

કર્ણાટક રાજનીતિક નાટકથી આજે પડદો ઉઠે તેવી સંભાવનાઓ છે. ગુરુવારે વિધાનસભામાં કુમારસ્વામી સરકારને વિશ્વાસમત મેળવવાનો હતો પરંતુ સાંજે વિધાનસભા અધ્યક્ષએ સદનને શુક્રવારે સવાર સુધી સ્થગિત કરી દીધુ હતુ. આ પહેલા રાજ્યપાલએ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને કહ્યુ હતુ કે તે ગુરુવાર સાંજ સુધી બહુમત મેળવી લે. વિધાનસભા સ્થગિત થયા બાદ વિરોધસ્વરૂપ ભાજપનાં ધારાસભ્યોએ સદનની બહાર ધરણા પ્રદર્શન કર્યા. જો કે આજે પણ મતદાન થશે કે નહી તેના પર સૌ કોઇની નજર રહેશે.

કર્ણાટક રાજ્યપાલએ શુક્રવારે બપોર બાદ દોઢ વાગ્યા સુધી સરકારને વિશ્વાસમત મેળવવાની ડેડલાઇન આપી છે. આ વચ્ચે કર્ણાટક કોંગ્રેસનાં સાંસદ નાસિર હુસૈનએ શુક્રવારે કહ્યુ કે, મને લાગી રહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી સુપ્રિમ કોર્ટ જશે, કારણ કે રાજ્યપાલ સ્પીકરનાં મામલામાં વિઘ્ન કરી રહ્યા છે, જે તે ન કરી શકે, તેમને આ કરવાનો કોઇ અધિકાર નથી. રાજ્યપાલ મનમાની રીતે વિઘ્ન કરી રહ્યા છે અને એક પાર્ટીનાં એજન્ટની રીતે કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

karnataka congress neta રાજનીતિક સંકટથી ઘેરાયેલા કર્ણાટકમાં શું કુમારસ્વામી મેળવી શકશે વિશ્વાસમત, જાણો

ઉલ્લેખનીય છે કે, આજે બપોર સુધીમાં કુમારસ્વામીને વિશ્વાસમત રજૂ કરવાનો છે, ત્યારે સમગ્ર દેશની નજર અહી બની રહી છે. જોવાનું રહેશે કે કર્ણાટકની રાજનીતિક જંગમાં ભાજપ મારે છે બાજી કે કોંગ્રેસને મળે છે સૌનો સાથ, સૌનો હાથ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.