Not Set/ બિહારમાં ફરી એકવાર મોબ લિંચિંગ, પશુ ચોરીનાં આરોપમાં ત્રણ લોકોની કરાઈ નિર્મમ હત્યા

યુપી અને બિહારમાં ભલે સરકાર મોબ લિંચિંગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરતી હોવાનુ કહેતી હોય પરંતુ સ્થિતિ શું છે તે તમારી સામે છે. બિહારનાં સારણનાં બનિયાપુર થાના વિસ્તારમાં પશુ ચોરીનાં આરોપમાં ગ્રામીણોએ બે લોકોને એટલી ખરાબ રીતે માર્યા કે તેમની મોત થઇ ગઇ. વળી બે લોકો આમા ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમની સારવાર બનિયાપુર […]

Top Stories India
lynching 1 બિહારમાં ફરી એકવાર મોબ લિંચિંગ, પશુ ચોરીનાં આરોપમાં ત્રણ લોકોની કરાઈ નિર્મમ હત્યા

યુપી અને બિહારમાં ભલે સરકાર મોબ લિંચિંગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરતી હોવાનુ કહેતી હોય પરંતુ સ્થિતિ શું છે તે તમારી સામે છે. બિહારનાં સારણનાં બનિયાપુર થાના વિસ્તારમાં પશુ ચોરીનાં આરોપમાં ગ્રામીણોએ બે લોકોને એટલી ખરાબ રીતે માર્યા કે તેમની મોત થઇ ગઇ. વળી બે લોકો આમા ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમની સારવાર બનિયાપુર રેફરલ સ્વાસ્થ્ય કેદ્રમાં ચાલી રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ વારદાત સ્થળે પહોચી ગઇ છે.

19 07 2019 બિહારમાં ફરી એકવાર મોબ લિંચિંગ, પશુ ચોરીનાં આરોપમાં ત્રણ લોકોની કરાઈ નિર્મમ હત્યા

બિહારનાં થાના વિસ્તારમાં પિઠૌરી નંદલાલ ટોલામાં પશુ ચોરી કરવા આવેલા ત્રણ યુવકોને ગ્રામીણો પકડી એટલો માર-માર્યો તેમની મોત જ થઇ ગઇ. બે યુવકોની ઘટનાસ્થળે જ મોત થઇ ગઇ તો અન્ય યુવકની સારવાર દરમિયાન મોત થઇ ગઇ. ઘટના ગુરુવાર રાત્રીની છે. ગામનાં લોકોનું કહેવુ છે કે, આ ત્રણ યુવકો રાત્રે અંદાજે એક વાગ્યે ગામમાં આવ્યા હતા. જેમણે પહેલા બુધુરામનાં ઘરેથી ચાર બકરીઓની ચોરી કરી, બાદમાં તેમણે એક બાંધેલી ભેંસને ખોલવાનો પ્રયત્ન કર્યો.

1563514352 બિહારમાં ફરી એકવાર મોબ લિંચિંગ, પશુ ચોરીનાં આરોપમાં ત્રણ લોકોની કરાઈ નિર્મમ હત્યા

દરમિયાન ઘરમાં સુઇ રહેલાને આ ચોરોની આહટ સંભળાઇ અને તે જાગી ગયા અને ચોર-ચોર બુમો પાડવા લાગ્યા. જોર જોરથી અવાજ આવવાથી ગામનાં લોકો જાગી ગયા. મોટી સંખ્યામાં ગામનાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા. લોકોની ભીડને જોઇ ચોર યુવકોએ ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગામનાં લોકોએ પીછો કરી ત્રણેય ને પકડી પાડ્યા અને બાદમાં લાકડી-ડંડાથી તેમને ખૂબ માર્યા. ગામનાં લોકોએ જણાવ્યુ કે, ઘણા સમયથી પશુ ચોરીની ઘટના આ વિસ્તારમાં વધી ગઇ છે. બે મહિના પહેલા પણ નજીકનાં સકરવાર ટોલામાં ચોરોએ મવેશિયોની ચોરી કરી હતી.

moblynching5478 બિહારમાં ફરી એકવાર મોબ લિંચિંગ, પશુ ચોરીનાં આરોપમાં ત્રણ લોકોની કરાઈ નિર્મમ હત્યા

ઘટનામાં પોલીસને જાણ કરવાની જગ્યાએ ગામનાં લોકોએ યુવકોને પોતા વકીલ અને પોતે જ જજ સમજી સજા આપી, જેમા તે યુવકોનું મોત થયુ. ભીડ દ્વારા ઢોર માર માર્યા હોવાની સૂચના પર એસડીપીઓ અજય કુમાર, બનિયાપુર થાનાધ્યક્ષ સુજિત કુમાર, સહાજિતપુર થાનાધ્યક્ષે સંજય પ્રસાદ પોલીસ દળની સાથે ઘટનાસ્થળે પહોચ્યા. ત્રણેય યુવકોનાં શવને પોસ્ટમોર્ટમ કરવા મોકલી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી મોબ લિંચિગની ઘટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે તેમા એક વધારો કરવા આ કિસ્સો પણ સામે આવ્યો છે. જોવાનું રહેશે કે આ મામલે કાયદો હાથમાં લેનારા લોકો પર કાર્યવાહી થાય છે કે પછી માત્ર તપાસનાં આદેશ આપ્યા હોવાનું સાંભળવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.