Not Set/ વડોદરામાં વરસાદે દેખાડ્યો વાસુદેવ-કૃષ્ણ જેવો ઘાટ, જુઓ આ દ્રશ્ય તમે રહી જશો દંગ…

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.  છેલ્લા 8 કલાકથી વરસાદ બંધ છે છતાં પાણી જાણે ઓછું થવાનું નામ લેતું નથી. પાણી ભરાઈ રહેવાને કારણે લોકોની તકલીફોમાં સમય વિતતા સાથે વધારો થઈ રહ્યો છે. લોકો દુધ લેવા માટે મોટી કતારોમાં ઊભા રહ્યા છે, કારણ કે થોડી જ દુકાનો ચાલુ […]

Top Stories
vashudev krishana વડોદરામાં વરસાદે દેખાડ્યો વાસુદેવ-કૃષ્ણ જેવો ઘાટ, જુઓ આ દ્રશ્ય તમે રહી જશો દંગ...

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.  છેલ્લા 8 કલાકથી વરસાદ બંધ છે છતાં પાણી જાણે ઓછું થવાનું નામ લેતું નથી. પાણી ભરાઈ રહેવાને કારણે લોકોની તકલીફોમાં સમય વિતતા સાથે વધારો થઈ રહ્યો છે. લોકો દુધ લેવા માટે મોટી કતારોમાં ઊભા રહ્યા છે, કારણ કે થોડી જ દુકાનો ચાલુ છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. અને આવા સમયે એક પિતા પોતાનાં દોઢ માસનાં બાળકને ટોપલામાં લઈ, પાણીમાંથી સુરક્ષીત સ્થાને સ્થળાંતર કરી રહ્યા હતા. પિતા-પુત્રનો આ નજારો જોઇને તમને પણ વાસુદેવ-કૃષ્ણનાં સુપ્રસિધ્ધ દ્રશ્યની યાદ આવી જશે તે વાત ચોક્કસ છે.

ભગવત અને પુરાણોમાં જે પ્રકારે વર્ણન કરવામા આવ્યું છે કે શ્રી કૃષ્ણનાં જન્મ પછી વાસુદેવ તેમને વૃંદાવનમાં નંદબાબાને ત્યાં મુકવા માટે રવાના થાય છે અને વચ્ચે યમુનાજીના નીરમાં કેવી રીતે વાસુદેવ દ્વારા કૃષ્ણને સલામતિ સાથે ટોપલામાં ઉચકી લઇ જવાય છે, તેવા જ દ્રશ્યો વરસાદનાં પૂરમાં વડોદરામાં જોવામાં આવ્યા હતા.

જુઓ આ દ્રશ્ય, જેમા જોવા મળશે વડોદરાનાં આધુનિક વાસુદેવ-કૃષ્ણ……..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન