ભગવાન રામ અને સીતા મૈયા પર અપમાનજનક ટિપ્પણી કરવાનો વીડિયો વાયરલ થતાં રામનગરી અયોધ્યામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીનું શિરચ્છેદ કરવા પાંચ કરોડની રકમની જાહેરાત કરી છે.
પરમહંસ દાસે કહ્યું, ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ માતા સીતા અને શ્રી રામ વિશે જે કંઇ કહ્યું છે તે અસહ્ય છે. આપણે શ્રીરામને પરાત્પર બ્રહ્મ માનીએ છીએ અને તેમનું જરા જેટલું પણ અપમાન સહન કરી શકતા નથી, ટીએમસી સાંસદે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે.
Festival / આવી ગઇ ઉત્તરાયણ….આનંદો! પતંગ રસિયાઓ માટે સામે આવ્યા સા…
Gandhinagar / શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત, શિક્ષણ વિ…
પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચાર દરમિયાન, કલ્યાણ બેનર્જીએ ઉત્તર પ્રદેશના કાયદો અને વ્યવસ્થાની નિંદા કરતા નિવેદનોનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં કલ્યાણ બેનર્જી કહેતા જોવા મળ્યા હતા કે સીતાએ ભગવાન રામને કહ્યું હતું કે સારું છે કે રાવણ દ્વારા મારું અપહરણ કરવામાં આવ્યુ, જો “શિષ્યો” દ્વારા મારું અપહરણ તઃયું હોત તો મારા હાલ પણ હાથરસ જેવા થયા હોત.
વિહિપના મીડિયા પ્રભારી શરદ શર્માએ કહ્યું કે, “ટીએમસી સાંસદે પશ્ચિમ બંગાળના આચાર્ય એવા મા કાલીના ભક્તોનું પણ અપમાન કર્યું છે.” શર્માએ વળતો જવાબ આપ્યો કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી રાષ્ટ્રવિરોધી દળો અને વિદેશી ઘુસણખોરોને સુરક્ષિત કરી રહ્યું છે અને બંગાળને ભારતથી અલગ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…