Not Set/ ફરી વડોદરામાં સૌથી મોટું ફટાકડાબજાર ઉભું કરવામાં આવ્યું, સેફટીના સાધનોમાં અભાવ, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?

વડોદરા, ૧૦ નવેમ્બર નો દિવસ કે જયારે વડોદરાના મુખ્ય ફટાકડા બજારમાં ભીષણ આગ લાગી હતી જેમાં એક કિશોરનું મોત થયું હતું અને સંખ્યાબંધ લોકો દાઝ્યા હતા. જેમાં વેપારીઓએ પણ પોતાની મૂડી ગુમાવવાનો વારો આવ્યો હતો જયારે વડોદરાનું તંત્ર પ્રજા ની સુરક્ષા માટે કેટલી સજાગ છે તેની પોલ પણ ખુલી પડી ગઈ હતી. આજે જયારેએ ગોઝારી […]

Top Stories Gujarat Vadodara Videos
mantavya 551 ફરી વડોદરામાં સૌથી મોટું ફટાકડાબજાર ઉભું કરવામાં આવ્યું, સેફટીના સાધનોમાં અભાવ, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?

વડોદરા,

૧૦ નવેમ્બર નો દિવસ કે જયારે વડોદરાના મુખ્ય ફટાકડા બજારમાં ભીષણ આગ લાગી હતી જેમાં એક કિશોરનું મોત થયું હતું અને સંખ્યાબંધ લોકો દાઝ્યા હતા. જેમાં વેપારીઓએ પણ પોતાની મૂડી ગુમાવવાનો વારો આવ્યો હતો જયારે વડોદરાનું તંત્ર પ્રજા ની સુરક્ષા માટે કેટલી સજાગ છે તેની પોલ પણ ખુલી પડી ગઈ હતી. આજે જયારેએ ગોઝારી ઘટનાને ૬ વર્ષ થઇ ગયા છે ત્યારે પોલોમેદાન ખાતે ફરી વડોદરાનું સૌથી મોટું ફટાકડા બજાર ઉભું કરવામાં આવ્યું છે ત્યારે અહીની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મંતવ્ય ન્યુઝની ટીમે સ્થળ ની મુલાકાત લીધી હતી

મંતવ્ય ન્યૂઝની ટીમ જયારે સ્થળ પર પહોચી ત્યારે સંખ્યા બંધ છીંડા જોવા મળ્યા હતા.  જેમાં સૌ પ્રથમ તો આટલા મોટા ફટાકડા બજાર માટે ફક્ત એક ફાયરવાન ઉભી કરી દેવામાં આવી છે અને તે પણ શોભાના ગાઠીયા સમાન છે.

કારણ કે ફાયર વિભાગના કર્મચારીઓ પણ પુરતી સંખ્યામાં હાજર ન હતા આ ઉપરાંત એક જ ફાયર વાન આટલા મોટા ફટાકડા બજારમાં કોઈ દુર્ઘટના ઘટે તો પર્યાપ્ત નથી. ત્યારે દર એક દુકાનમાં આગ ની ઘટના ટાળવા પાણી ના ફુવારા ની લાઈન આપવામાં આવી છે પંરતુ તેની માટે ની ટેન્કરનું પાણી પણ પુરતું નથી. અહી જે લાઈટો લગાડવામાં આવી છે તે લાકડા ના બમ્બુઓ પર લગાડવામાં આવી છે, જેનાથી કોઈ શોર્ટ સર્કીટ થાય તો પ્રથમ બામ્બુ સળગે જેથી આગ પ્રસરે ઉપરાંત આગ લાગે તો બમ્બુઓ સળગી ઉઠે અને વીજ વાયરો ભેગા થઇ વધુ હોનારત સર્જી શકે છે ત્યારે ફાયર વિભાગ ધ્વારા ૪૦ ફૂટનો શેડ બાંધવાનો આદેશ છે પણ આયોજકો ધ્વારા ૨૦ થી ૨૫ ફૂટના જ શેડ જ બાંધવામાં આવ્યા છે અને તેના પતરા પણ જુના છે.

તો આ તરફ બે દુકાનો વચ્ચે ગેપ રાખવાની હોય છે જેનાથી કોઈ દુર્ઘટના ઘટે તો લોકો ત્યાંથી ભાગી શકે પરંતુ દુકાનો વચ્ચે કોઈ જગ્યા છોડવામાં આવી નથી. ઉપરાંત દુકાનો પાછળ પતરા મારી દેવાયા છે જેના કારણે દુર્ઘટના સમયે કોઈ બચવા માટે ભાગી શકે તે માટે ની જગ્યા પણ પૂરી દેવાઈ છે ત્યાં જ માણસ ભડથું બની જાય.

તો દુકાનોના કાઉન્ટર ખુબ જ આગળ પડતા છે અને શેડ પણ ખુલ્લા છે જેનાથી ફટાકડાઓ પર સૂર્યપ્રકાશ પડી રહ્યો છે જેના કારણે તાપ થી પણ ફટાકડા સળગી ઉઠે તો મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે.

 

આ સમગ્ર અણઘડ વહીવટ અંગે અહીના આયોજક પરમિંદરસિંઘ સાથે વાતચીત કરતા તેઓએ ખુબજ આશ્ચર્યજનક રીતે કબુલ્યું હતું કે તેઓ પ્રથમ વખત આ બજાર નું આયોજન કરી રહ્યા છે તેથી તેઓ ને કોઈ જ પ્રકારનો અનુભવ નથી અને ફાયર વિભાગ તેમ જ  જેમ જેમ તેમને સૂચનાઓ મળે તે રીતે તેઓ કામગીરી કરી રહ્યા છે અને તેમની પાસે લાયસન્સ છે કે કેમ તેમ પૂછતાં પણ ગલ્લાતલ્લા કરતા નજરે ચઢ્યા હતા અને એક તબક્કે તો મંતવ્ય ન્યુઝ ની ટીમ ને લોભ લાલચ આપી પતાવટ કરવા પણ જણાવ્યું હતું.