Ambalal forecast/ રાજયમાં ઓગસ્ટમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.  આ સિવાય ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Top Stories India
Ambalal Patel રાજયમાં ઓગસ્ટમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

અમદાવાદઃ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.  આ સિવાય ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરાઈ છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 8 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને ઓગષ્ટ મહિનમાં ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. 12 અને 13 ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 16 અને 17 તારીખમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે.

 

આ પણ વાંચોઃ Mahuva MC/ભાવનગરની મહુવા નગરપાલિકાએ છ વર્ષના માસૂમ બાળકનો જીવ લીધો

આ પણ વાંચોઃ ક્રાઈમ/જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચોઃ natural farming/રાજ્યમાં એક મહિનામાં જ 1,05,000 નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

આ પણ વાંચોઃગરીબ અને મધ્યમવર્ગ મોંઘવારીમાં પીસાયો/જુલાઈ કરતા ઓગસ્ટ મહિનામાં શાકભાજીના ભાવ 40થી 50 ટકા વધ્યો

આ પણ વાંચોઃ Smart Village/ગુજરાતના સરહદી જિલ્લા કચ્છનું સ્માર્ટ ગામ ‘ભીમાસર’