@અમિત રૂપાપરા
સુરત શહેરમાં ઓવર સ્પીડમાં કે, પછી નશાની હાલતમાં વાહન ચલાવતા ઇસમો ચેતી જજો કારણ કે, અમદાવાદની ઘટના બાદ સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા છેલ્લા 14 દિવસમાં ઓવેર સ્પીડના 13,124 કેસ કરવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રન્ક એન્ડ ડ્રાઇવના 327 કેસ કરી 191 વાહન કબ્જે કરાયા છે અને ભયજનક રીતે વાહન ચલાવવા બાબતેના 3,389 કેસ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં થયેલી અકસ્માતની ઘટના બાદ સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત ઓવર સ્પીડમાં વાહન ચલાવતા કે, પછી ભયજનક રીતે વાહન ચલાવતા અને ડ્રીંક કરીને વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 31 જુલાઈ 2023થી 3 ઓગસ્ટ 2023 સુધીમાં ઓવર સ્પીડના 13,124 કેસ કરવામાં આવ્યા છે અને 44 હજાર જેટલા દંડની વસુલાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રિન્ક કરીને વાહન ચલાવતા લોકો સામે પણ સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિના સમયે અલગ અલગ જગ્યા પર ચેકિંગ કરવામાં આવે છે. જેમાં ટ્રાફિક પોલીસ પોતાની પાસે રહેલા બ્રેથ એનેલાઈઝર મશીનથી વાહન ચાલકની તપાસ કરવામાં આવે છે અને આ ડ્રાઇવ અંતર્ગત 21 જુલાઈ 2023થી 3 ઓગસ્ટ 2023 દરમિયાન સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રન્ક એન્ડ ડ્રાઈવના મોટર વ્હીકલ એક્ટ 185 અંતર્ગત 327 જેટલા કેસ કરવામાં આવ્યા છે. જેમાં 27 વાહનો કબજે લેવામાં આવ્યા છે અને 327 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા એટલે કે વાહન ચલાવતા સમયે વાહન પર સ્ટંટ કરતા કે, પછી રેસિંગ કરનારા ઈસમો સામે પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટર વ્હીકલ એક્ટ 184 તથા મોટર વ્હીકલ એક્ટ 189 અંતર્ગત 21 જુલાઈ 2023થી 3 ઓગસ્ટ 2023 સુધીમાં 3,389 કેસ કરવામાં આવ્યા હતા અને 2,79,000 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા IPCની કલમ 279 અંતર્ગત 21 જુલાઈ 2023થી 3 ઓગસ્ટ 2023 સુધીમાં 431 જેટલા કેસો કરવામાં આવે છે. જેમાં 7 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને 430 જેટલા ઈસમોની અટકાયત કરવામાં આવી છે. સાથે જ આ 14 દિવસની કાર્યવાહી દરમિયાન મોટર વ્હીકલ એક્ટ 207 અંતર્ગત 1046 કેસ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Alert!/અમે પોલીસ છીએ અને તમારા પર પોલીસ કેસ થયો છે આવો ફોન આવે તો ચેતીજજો કારણ કે, સુરતના એક વ્યક્તિએ 14 લાખ ગુમાવ્યા, તો સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે 3 આરોપીની ધરપકડ કરી
આ પણ વાંચો:Mahuva MC/ભાવનગરની મહુવા નગરપાલિકાએ છ વર્ષના માસૂમ બાળકનો જીવ લીધો
આ પણ વાંચો:ક્રાઈમ/જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…
