gujarat rain/ રાજ્યના 251માંથી 152 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ

ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હજુ 5 દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Top Stories Gujarat

ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હજુ 5 દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત પાંચેય ઝોનમાં સીઝનનો સરેરાશ વરસાદ રાબેતા મુજબનો છે. ફક્ત મધ્ય ગુજરાતમાં જ વરસાદની ખાધ છે, આ ખાધ ઓગસ્ટમાં પૂરાઈ જાય તેવી સંભાવના છે. આના પગલે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં સીઝનનો સરેરાશ વરસાદ સો ટકાને સ્પર્શી જાય તો પણ આશ્ચર્ય નહી થાય.

કચ્છમાં સૌથી વધુ વરસાદ

251માંથી 152 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ 135.78 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા જ્યારે ઈંચની રીતે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 41 ઈંચ નોંધાયો છે. રાજ્યમાં પાંચ ઈંચથી ઓછો વરસાદ હોય તેવો એકપણ તાલુકો નથી. છ તાલુકામાં 5 થી 10 ઈંચ, 93 તાલુકામાં 10 થી 20 ઈંચ, 106 તાલુકામાં 20 થી 40 ઈંચ, જ્યારે 46 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ, મધ્ય ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ, તાપીના નિઝરમાં એક ઈંચ વરસાદ, નર્મદાના સાગબારામાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઓલપાડ, લુણાવાડા, માંગરોળ, વાપી, કુકરમુંડા, કપરાડા, કામરેજ, અંકલેશ્વરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો. આજે પણ આ સ્થળોએ હળવાતી મધ્યમ વરસાદ પડે તેમ માનવામાં આવે છે.

 

આ પણ વાંચોઃ JK-After 370/ ‘કાશ્મીરી હવે કોઈના આદેશથી બંધાયેલા નથી’, કલમ 370 હટાવવાના 4 વર્ષ પૂરા થવા પર એલજી મનોજ સિન્હાનું નિવેદન

આ પણ વાંચોઃ ક્રાઈમ/જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચોઃ Illegal construction/ભાવનગરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા ઝુંબેશઃ અનેક મોટી સોસાયટીઓને નોટિસ

આ પણ વાંચોઃ Kaprada Postoffice/કપરાડા પોસ્ટ ઓફિસમાં છત પર ટપકતા પાણીના પ્રશ્ને બૂમબરાડા

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast/બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સર્જાતા અંબાલાલની ઓગસ્ટમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી