અમદાવાદઃ બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સર્જાવવાના લીધે અંબાલાલ પટેલે આગામી અઠવાડિયા બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાથી રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલા ડીપ ડીપ્રેશનનો ઘેરાવો મોટો છે અને તેના લીધે રાજ્યના વિવિધ ભાગોમાંભારે વરસાદની સંભાવનાઓ છે. આ સાથે આ સિસ્ટમની અસર આડકતરી રીતે ગુજરાત પર પણ થવાની સંભાવના છે. આ ઉપરાંત પાંચ અને છ ઓગસ્ટના રોજ રાજ્યના જુદા-જુદા ભાગોમાં વરસાદની સંભાવના છે. તેમા કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, નવસારી, ભરૂચ સહિતના ભાગોમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. તેની સાથે વલસાડ, પંચમહાલ, વડોદરા, ડાંગ, આહવામાં વરસાદની સંભાવના છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતાઓને જોતા તેમણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેના કારણે સરદાર સરોવર ડેમનું જળ સ્તર ખાસ્સું વધવાની શક્યતાઓ છે તેવું અંબાલાલનું માનવું છે. આ સિવાય તેમણે તાપી અને નર્મદા નદી પણ બે કાંઠે થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય તેમણે ઉત્તરભારતમાં પણ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
અંબાલાલ કહે છે કે, બંગાળના ઉપસાગરમાં તારીખ 9મી ઓગસ્ટની આસપાસ વધુ એક સિસ્ટમ બની શકે છે. આ પછી 23 ઓગસ્ટે પણ દરિયામાં હલચલ જોવા મળશે. ઓગસ્ટમાં એક પછી એક સિસ્ટમો બન્યા કરશે. પેસિફિક મહાસાગરની ગરમી અને કેટલાક ટ્રોપિકલ સ્ટોર્મ તથા જાણ્યા-અજાણ્યા પરિબળોના લીધે સમુદ્રમાં ભારે હલચલ જોવા મળી શકે છે. આ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.
આ પણ વાંચોઃ India China Border/ ભારતીય વાયુસેનાને મળી છે ખતરનાક ઇઝરાયલી સ્પાઇક મિસાઇલ, તેની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે
આ પણ વાંચોઃ Emergency Landing/ પટનામાં ઈન્ડિગો પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકઓફ પછી તરત જ એન્જિન ફેલ
આ પણ વાંચોઃBhavnagar Love Story/ પ્રેમિકાના ઘરની બહાર યુવકે કર્યો આપઘાત, ગુજરાતમાં લવ સ્ટોરીનો દર્દનાક અંત
આ પણ વાંચોઃ Catfish-Palsana/એમેઝોનના જંગલોમાં જોવા મળતી માછલી પલસાણાના મીંઢોળામાં જોવા મળી
આ પણ વાંચોઃ Crane accident/મહારાષ્ટ્ર પછી હવે ગુજરાતમાં ક્રેનનો અકસ્માતઃ એક શ્રમિકનું મોત
