સુરતઃ એમેઝોનના જંગલોમાં જોવા મળતી Catfish-Surat માછલી પલસાણાના મીંઢોળામાં જોવા મળતા વનવિભાગ ચોંકી ઉઠયુ છે. માછીમારોની જાળમાં આ ત્રણ ફૂટ લાંબી માછલી સપડાઈ હતી. માછીમારોએ પણ આ પ્રકારની ચાર આંખવાળી માછલી પહેલી વખત જોઈ હતી. તેઓ આ પ્રકારની માછલી જોઈ આંચકો પામ્યા હતા.
માછલીની આ કેટફિશ પ્રજાતિ ફક્ત એમેઝોનના Catfish-Surat જંગલોમાં જ જોવા મળે છે. આ માછલી જળચર જીવોને ખાઈને જ જીવે છે. બીજા શબ્દોમાં કહીએ તો સમુદ્રની નાની માછલીઓ અને અન્ય જળચર જીવોને આ માછલી આરોગી જાય છે. કેટલાકને તો જીવતા આરોગી જાય છે. તે સરીસૃપો અને અન્ય જળચરોને તેનો આહાર બનાવે છે.
આ માછલીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે Catfish-Surat એક દિવસ સુધી પાણી વગર જીવી શકે છે. આ કદાચ બીજી કોઈ પ્રજાતિની માછલી ભાગ્યે જ આવી ક્ષમતા ધરાવતી હશે. તેથી જો આ માછલી એક દિવસ એમને એમ પાણી વગર પડી રહી હોય તો તેને મરી ગઈ હોય તેમ માની ન લેવું. પકડાયેલી કેટફિશ પલસાણા વનવિભાગને જાણ કરી સોંપી દેવાઈ છે.
વનવિભાગ હવે તપાસ કરી રહ્યું છે કે ભારતીય વિસ્તારોમાં એમેઝોનના જંગલોમાં જોવા મળતી કેટ ફિશ માછલી ક્યાંથી આવી. શું તે કુદરતી રીતે આવી છે, કોઈ જળપ્રવાહમાં ખેંચાઈ આવી છે. આ ઉપરાંત આ માછલીને દાણચોરી દ્વારા લાવવામાં આવી છે કે નહી તે સંભાવના પણ ચકાસવામાં આવી રહી છે. ઘણા નિષ્ણાતોને શંકા છે કે આ પ્રકારની માછલીને દાણચોરી દ્વારા લાવીને પછી અહીં ખાનગીમાં તેનો ઉછેર કરીને કારોબાર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ Airport-Greenenergy/ દેશમાં 86 એરપોર્ટ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરે છે
આ પણ વાંચોઃ Digital Personal Data Protection Bill/ લોકસભામાં રજૂ થયું ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ, લોકોના અધિકારોને કચડવાનો પ્રયાસઃ કોંગ્રેસ
આ પણ વાંચોઃ Mobile Ban/ ચાલુ ક્લાસે મોબાઈલનો ઉપયોગ કરનારા શિક્ષકો ચેતી જજો, DEO કરશે કડક કાર્યવાહી
આ પણ વાંચોઃ Manipur Violence/ મણિપુરના બિષ્ણુપુરમાં ફરી ફાટી નીકળી હિંસા , 17 લોકો ઘાયલ; ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
આ પણ વાંચોઃ Gyanvapi Case/ જ્ઞાનવાપી પર અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પછી, કાશીમાં ઉજવણીનું વાતાવરણ હતું, ઋષિ-મુનિઓએ શંખ વગાડ્યો,