પિટારો ખૂલ્યો/ રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી પહેલાં ‘બોણી’

ભાનુમતી કા પિટારાની જેમ ભુપેન્દ્રભાઈનો પિટારો ખુલ્લો મૂકાયો છે. દિવાળી નજીક આવવાના પગલેસ રકારે વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી પહેલા મોટી જાહેરાત કરી છે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 65 4 રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી પહેલાં ‘બોણી’

ગાંધીનગરઃ ભાનુમતી કા પિટારાની જેમ ભુપેન્દ્રભાઈનો પિટારો ખુલ્લો મૂકાયો છે. દિવાળી નજીક આવવાના પગલેસ રકારે વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી પહેલા મોટી જાહેરાત કરી છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને વર્ગ-4ના કર્મચારીઓને સાત હજારની મર્યાદાની અંદર સરકારે એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે.

સરકારના આ નિર્ણયનો ફાયદો લગભગ 21 હજાર કર્મચારીને મળશે. નાણાવિભાગના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ચોથા વર્ગના કર્મચારીઓને સાત હજાર રૂપિયાની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ રાજ્ય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડનિગમના વર્ગ-4ના અંદાજે 21000થી વધુ કર્મચારીઓને લાભ મળશે.

સરકારે આ પહેલા તાજેતરમાં એસટી નિગમના કર્મચારીઓની પડતર માંગણી અંગે બેઠક યોજી હતી. એસટી કર્મચારીઓની પગારવધારાની માંગણી સ્વીકારી લેવામાં આવતા તેમણે આંદોલન સમેટી લીધુ હતુ. તેમની લાંબા સમયથી પડતર માંગ 11 ટકા મોંઘવારી ભથ્થાની રકમની ચૂકવણીની હતી. તેમા એસટી કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થા સહિત સાત ટકા ચાલુ પગારમાં ચૂકવવા મંજૂરી આપવામાં આવી હતી. આ એરિયર્સની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી પહેલાં ‘બોણી’


આ પણ વાંચોઃ Indian Mobile Congress/ PM મોદીએ 100 5G લેબનું કર્યું ઉદ્ઘાટન, 6G-AI થી લઈને સાયબર સુરક્ષા સુધીની દરેક બાબતની ચર્ચા કરી

આ પણ વાંચોઃ Gujarat Heart Attack/ ગુજરાતમાં 24 કલાકમાં હાર્ટએટેકના લીધે ચારના મોત

આ પણ વાંચોઃ ST Strike/ ST કર્મચારીઓનું આંદોલન સમેટાયુઃ સરકારની ખાતરીથી સંતુષ્ટ