Surat/ સુરતના મહિધરપુરા વિસ્તારમાં વિદ્યાર્થીનીની છેડતી કરનાર શિક્ષક ઝડપાયો

સુરતના મહિધરપુરા વિસ્તારમાં શિક્ષણને લજવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ટ્યુશન કલાસીસના શિક્ષકે છેડતી કરી હતી. કલાસીસમાં એકલતાનો લાભ લઈ છેડતી કરતો હતો. સમગ્ર મામલે પોલીસે ટ્યુશન સંચાલક શિક્ષકની ધરપકડ કરી પોકસો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યાવહી હાથ ધરી હતી.

Gujarat Surat
A teacher who molested a student was caught in Surat's Mahidharpura area

સુરતના મહિધરપુરા વિસ્તારમાં ખાનગી ટ્યુશન કલાસીસના શિક્ષકે ધોરણ 10 ની વિદ્યાર્થીની સાથે છેડતી કરી હતી. સમગ્ર ઘટનાને લઈ વિદ્યાર્થીની એ ઘરે વાત કરતા મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કામગીરી કરી શેયાંગ ઓઝા નામના શિક્ષકની ધરપકડ કરી પોકસો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે આ શિક્ષક કલાસીસમાં કોઈ ના હોય તે દરમ્યાન એકલતાનો લાભ લઇ વિદ્યાર્થીની સાથે છેડતી કરતો હતો.

તેની આ હરકતોના કારણે વિદ્યાર્થીની એ ઘરે વાત કરી હતી. જેથી છેડતી કરનાર શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વની વાત છે કે પોતાના બાળકોને આગવું શિક્ષણ મળે તે માટે માતાપિતા ટ્યુશન કલાસીસમાં મોકલતા હોય છે.

ત્યાં પણ આવા નરાધમ શિક્ષકો હોવાથી વાલીઓ બાળકોને ટ્યુશન કલાસીસમાં મોકલતા ખચકાટ અનુભવે છે. ત્યારે ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે આ પ્રકારની ઘટના બનતા પોલીસે પોકસો એક્ટ હેઠક ગુનો નોંધી શિક્ષક સામે કડક કાર્યવાહી કરી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ મહિધરપુરા પોલીસ કરી રહી છે.

આ પણ વાંચો: અંજની ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા તમામ કારખાના આજે બંધ રાખી કરાયો વિરોધ

આ પણ વાંચો: બજારના કડાકામાં ગુજરાતની કંપનીઓને થયું જંગી નુકસાન

આ પણ વાંચો: મુંદ્રા બંદરે ડીઆરઆઇની કાર્યવાહીથી દાણચોરોમાં ફફડાટ

આ પણ વાંચો:લખતરમાં તંત્રની અણઆવડતથી માનવ ગરિમા કીટનું વિતરણ બંધ

આ પણ વાંચો:ઓનલાઈન ફ્રોડ કેસમાં કોર્ટે એસબીઆઈને આપ્યા નિર્દેશ