સુરત/ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા તમામ કારખાના આજે બંધ રાખી કરાયો વિરોધ

સુરતના અમરોલી કોસાડ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં વીવર્સ પર થયેલા લૂંટના પ્રયાસ બાદ હુમલા ને પગલે આજે બંધ પાડવામાં આવ્યું હતું. અંજની ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા તમામ કારખાના આજે બંધ પાડી વિરોધ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આજ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રિપલ મર્ડર ની ઘટના સામે આવી હતી. ત્યારે ફરી એક વખત લૂંટના પ્રયાસ ની ઘટના સામે આવતા અંજની ઇન્ડસ્ટ્રીઝના વીવર્સ દ્વારા અનેક આક્ષેપો સાથે વિવિધ માંગો કરવામાં આવી હતી.

Gujarat Surat
All the factories in Anjani Industries were kept closed today in protest

@દિવ્યેશ પરમાર

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કથડતી હોય તે પ્રકારના બનાવો બની રહ્યા છે. થોડા દિવસ અગાઉ અંજની ઇન્ડસ્ટ્રીઝના વિભાગ બે માં ખાતા નંબર 134 માં લૂમ્સ નું કારખાનું ચલાવતા અનિલ ડોંડા પર બે શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી તેમની પાસે રહેલા રૂપિયાનો લૂંટનો પ્રયાસ કર્યો હતો અને અનિલભાઈ પર ચપ્પુ વડે હુમલો કરતા તેઓ ઇજા ગ્રસ્ત થયા હતા.. જોકે સમયસર કારીગરો ત્યાં આવી પહોંચતા અનિલભાઈ નો જીવ બચી ગયો હતો

લૂંટના ઇરાદે કારખાનામાં ઘૂસેલા બે પૈકી એક આરોપી ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસે આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપી વિશે પૂછપરછ કરી તેમની પણ ધરપકડ કરી હતી. આ ઘટનાના ઘેરા પડઘા અંજની ઇન્ડસ્ટ્રીઝ માં જોવા મળ્યા હતા.

અંજની ઇન્ડસ્ટ્રીઝના વીવર્સ દ્વારા આ ઘટનાને પગલે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીઝ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું છે કે આજ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં એક વર્ષ અગાઉ કારખાનામાં જ કામ કરતા કર્મચારી સાથે વેપારીને પગાર બાબતે બોલાચાલી થતા વેપારી પર ચપ્પુથી હુમલો કર્યો હતો.

ત્યારબાદ તેમાં વચ્ચે પડેલા વેપારીના મામા તેમજ તેના પિતાને પણ ચપ્પુ મારી દીધા હતા જેથી ત્રણેયના મોત થયા હતા. આ ઘટના બન્યા બાદ ફરીથી એક વખત અનિલભાઈ ને ચપ્પુ મારી દેતા વિવર્ષો એ મિટિંગ બોલાવી તેમાં બંધ પાડવાનો નિર્ણય કર્યો હતો.

અંજની ઇન્ડસ્ટ્રીઝ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો સાથે તેમણે આક્ષેપ પણ કર્યા હતા કે ઇન્ડસ્ટ્રીઝમાં નશીલા દ્રવ્યોનું વેચાણ થઈ રહ્યું છે સાથે જ ખુલ્લેઆમ જુગારો પણ રમાઈ રહ્યા છે . બારોબાર થી અમુક વ્યક્તિઓ આવી અને ઇન્ડસ્ટ્રીઝના કારીગરોને જુગાર રમાડે છે આ જુગારના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા સાથે સાથે આગામી સમયમાં વિવર્ષો ની સલામતી માટે તમામને હથિયાર નું લાયસન્સ આપવામાં આવે તેમજ લૂંટના ઇરાદે આવેલા ઝડપાયેલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેમજ તેમને કડક સજા થાય તે પ્રકારની વિવિધ માંગો કરી હતી. ઘટના બન્યા બાદ ની મીટીંગ મળી હતી અને આ મિટિંગમાં જ આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા હતા

આ પણ વાંચો:GST વિભાગના કાર એસેસરીઝ બજારમાં દરોડાને પગલે સન્નાટો

આ પણ વાંચો:દિવાળી બાદ તમામ જિલ્લાઓને મળશે DEO અને DPEO

આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજ ધરાશાયી ઘટનાની તપાસ માટે કમિટીની રચના, 2 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ