Palanpur Flyover Slab Collapse/ પાલનપુરમાં બ્રિજ ધરાશાયી ઘટનાની તપાસ માટે કમિટીની રચના, 2 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

બનાસકાંઠામાં પાલનપુર બ્રિજની દુર્ઘટનાના પડઘા હવે ગાંધીનગરમાં પડી રહ્યા છે. ઘટના બન્યાના દિવસે જ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યા

Top Stories Gujarat Others

Palanpur Bridge Collapse : બનાસકાંઠામાં પાલનપુર બ્રિજની દુર્ઘટનાના પડઘા હવે ગાંધીનગરમાં પડી રહ્યા છે. ઘટના બન્યાના દિવસે જ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં જ આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને કંપની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ અંગે સરકાર પાસે કાર્યવાહી કરવાની માગ ઉઠતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને આધારે  ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી. કમિટીના સભ્યોએ બનાવના દિવસે જ સાંજે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. મુખ્યમંત્રીના કડક આદેશ બાદ કાર્યવાહીના પગલે GPC ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેક લિસ્ટ કરાઈ છે અને 2 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના ગર્ડર પડી જવાની ઘટના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી. આ કમિટીના સભ્યોએ બનાવના દિવસે જ સાંજે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.તદઉપરાંત, માર્ગ અને મકાન વિભાગના ક્વોલિટી કન્ટ્રોલના મુખ્ય ઈજનેર અને અધિક સચિવે પણ સ્થળની મુલાકાત લીધી હતી. કોંન્ક્રીટના સેમ્પલ, સ્ટીલના સેમ્પલ, ડિઝાઈન, નકશાઓ વગેરે એકત્રિત કરીને સ્થળ પર પડેલી ગર્ડરનું અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.

 આ સેમ્પલનાં પરીક્ષણ પરિણામો ટૂંક સમયમાં અપેક્ષિત છે. તે આવ્યા બાદ સમિતિ ઘટનાનાં વિગતવાર તારણો પર આવી શકશે.પરંતુ, જે દુર્ઘટના બની છે, તેના પ્રાથમિક અહેવાલમાં જણાયું છે કે નિર્માણાધીન બાંધકામ વિસ્તારમાં બેરિકેડિંગ  અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આ કમનસીબ ઘટના નિવારી શકાઈ હોત.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની ગંભીરતા પૂર્વક નોંધ લઈને ઘટના સંદર્ભમાં દોષિતો સામે કડક કાર્યવાહી માટેના આ પ્રમાણેના નિર્ણયો કર્યા છે.

તદઅનુસાર, આ આર.ઓ.બી.ના કામના કોન્ટ્રાક્ટર જી.પી.સી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાલનપુરને બ્લેકલિસ્ટ કરવા માટેની જરૂરી કાર્યવાહી તત્કાલ હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી છે. તે જ રીતે, આ કામના કન્સલ્ટન્ટ મેક્વે મેનેજમેન્ટ લિમિટેડને ડી-બાર કરવા માટે પણ તેમણે આદેશ આપ્યા છે. આ આર.ઓ.બી.ની કામગીરી અંગે સંબંધિત મદદનીશ ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાના આદેશો કરવાની સૂચના આપી છે.



આ પણ વાંચો:જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત

આ પણ વાંચો:100 કરોડનોનું ફૂલેકું ફેરવી અમેરિકા ભાગી ગયો સુરતનો વિજય માલિયા, થયા અનેક ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો:સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી

આ પણ વાંચો:દ્વારકામાં યોજાશે આહીર સમાજનો રાસોત્સવ, 37 હજાર મહિલાઓ રચશે વર્લ્ડ રેકોર્ડ